નવ્યાએ શેર કરી પોતાની સુંદર બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર
મુંબઈ, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહીત્રી નવ્યા નવેલી નંદાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ખાસ્સા ફેન ફોલોઈંગ છે. ફિલ્મોની ઝામકઝોળથી દૂર હોવા છતાં તેની પોપ્યુલારિટી કોઈ સેલિબ્રિટીથી કમ નથી. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતી નવ્યા નવેલી નંદા ઘણીવાર તેની સ્ટનિંગ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.
બુધવારે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની આવી જ એક બ્લેક શ્ વ્હાઈટ મોનોક્રોમ તસવીર શેર કરી હતી. તસવીરની સાથે તેણે લખ્યું હતું કે, તેની મમ્મી શ્વેતા બચ્ચનને હવે તેના પર ગર્વ થશે. નવ્યાએ જે તસવીર શેર કરી હતી, તેમાં તે પેન્ટ-સૂટમાં જાેવા મળી હતી, ગળામાં તેણે ચેઈન-પેન્ડન્ટ પહેર્યું હતું. કેમેરા સામે જાેઈને તે સ્માઈલ આપી રહી હતી. તેણે લખ્યું હતું ‘ હું એકવાર સીધી બેઠી તે માટે મમ્મીને ગર્વ થશે.
નવ્યા નવેલી નંદા કોઈને કોઈ કારણથી હેડલાઈન્સમાં છવાયેલી રહે છે. હાલમાં, તે એક્ટર સિદ્ધાર્થ ચતુર્વેદી સાથેના કથિત રોમાન્સના કારણે ઈન્ટરનેટ પર થવાઈ હતી. બંનેએ તેમની ક્રિપ્ટિક મીડિયા પોસ્ટથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. મે મહિનામાં કરણ જાેહરના ૫૦મા બર્થ ડે પર યોજાયેલી પાર્ટીમાં બંનેએ સ્ટાઈલિશ લૂકમાં એન્ટ્રી મારી હતી અને સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કર્યો હતો.Amitabh Bachchan and Jaya Bachchan’s granddaughter Nanda has a huge fan following on the social media handle
શાહરુખ ખાન સાથે પાર્ટીમાં તેઓ ડાન્સ કરી રહ્યા હોય તેવો વીડિયો પણ વાયરલ થયો હતો. બંનેએ ભલે તેમના કથિત સંબંધો વિશે હોઠ સીવીને રાખ્યા હોચ પરંતુ તેમના સોશિયલ મીડિયા પીડીએથી તેમના ફેન્સ હિંટ મેળવતા રહે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, નવ્યા નવેલી નંદાએ અન્ય સ્ટારકિડ્સથી વિપરીત શોબિઝથી દૂર રહેવાનો ર્નિણય લીધો છે.
તે આંત્રપ્રિન્યોર છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર જેન્ડર ઈશ્યૂ પર વાત કરતી રહે છે. તે મહિલાઓ માટે આરા હેલ્થ અને પ્રોજેક્ટ નામના બે ઓર્ગેનાઈઝેશન ચલાવે છે. તે તેના પિતાના વારસાગત બિઝનેસમાં પણ પોતાનું યોગદાન આપી રહી છે.
શ્વેતા બચ્ચને દિલ્હીના બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. તેને નવ્યા નવેલી નંદા સિવાય અગસ્ત્ય નંદા નામનો દીકરો પણ છે, જે એક્ટિંગમાં ડેબ્યૂ કરવાનો છે. તે ઝોયા અખ્તરની વેબ સીરિઝ ‘આર્ચીઝ’થી ડેબ્યૂ કરશે, જેમાં તેની સાથે સુહાના ખાન અને ખુશી કપૂર પણ છે.SS1MS