કંઝાવલા કાંડનું NFSUની ટીમ રિકન્સ્ટ્રક્શન કરશે

નવી દિલ્હી, દિલ્હીમાં નવા વર્ષે અંજલિ સિંહના મોતની તપાસ શરુ કરવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ, સાઈબર ક્રાઈમ, સીસીટીવી એનાલિટક્સ અને ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોના પાંચ નિષ્ણાંતોની ટીમ ગુરુવારે દિલ્હી પહોંચી હતી. ગઈ ૩૧ ડિસેમ્બરના રોજ ૨૦ વર્ષીય અંજલિ સિંહ સ્કૂટી ચલાવી રહી હતી અને તેની પાછળ તેની બહેનપણી નિધિ પણ બેસેલી હતી.
આ સમયે દિલ્હી બહાર આવેલા સુલતાનપુરી વિસ્તારમાં કાર દ્વારા તેને ટક્કર મારવામાં આવી હતી. એ પછી અંજલિ કાર નીચે ફસાઈ ગઈ હતી અને આરોપીઓ ૧૨ કિમી સુધી તેને કંઝાવલા સુધી ધસડી ગયા હતા.
દિલ્હી પોલીસે આ કેસમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ ગુરુવારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વિશેષજ્ઞોની પાંચ ટીમ આ તપાસમાં મદદ કરશે. એમ્સ દિલ્હી પર રેન્સમવેર અટેક પછી છેલ્લાં એક મહિનામાં દિલ્હીમાં આ બીજાે હાઈ પ્રોફાઈલ કેસ છે, જ્યાં NFSUની ટીમોએ તપાસમાં મદદ કરી છે.
NFSUના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારના રોજ આ ટીમે ક્રાઈમ સીનની મુલાકાત લીધી હતી. ગુનામાં સામેલ કારની તપાસ કરી હતી અને તપાસકર્તાઓ સાથે બેઠક કરી હતી. જાે કે, અનેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
NFSUની હાજરી મુખ્યત્વે એ સુનિશ્ચિત કરવા માટે છે કે તમામ પુરાવા વૈજ્ઞાનિક આધાર ધરાવે છે અને ન્યાયિક તપાસનો સામનો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્કૂટી સાથે કાર અથડાયા બાદ શું થયું, એ સમજવા માટે વાહનનું મૂલ્યાંકન કરવામાં આવશે. ઘટના પછી શું થયું અને પીડિતાના શરીરની સ્થિતિ સમજવા માટે તબીબી પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. સીસીટીવીના નિષ્ણાંતો રુટ પરના તમામ દ્રશ્ય પુરાવાઓનું મૂલ્યાંકન કરશે.
સુલતાનપુરીથી કંઝાવલા સુધી ક્રાઈમ વિશેષજ્ઞો મોબાઈલ ફોનનું લોકેશન અને અન્ય ટેકનીકલ પાસાઓનું મૂલ્યાંકન કરશે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, પીડિતાના શરીર પર ઈજાના નિશાન અને કારની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાંતોની દેખરેખ હેઠળ ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ બંને પાસાઓને કેસના આરોપીઓના નિવેદનો સાથે મેચ કરવામાં આવશે.
સુરિનામના પ્રેસિડન્ટ ચંદ્રિકાપ્રસાદ સંતોકીએ પોતાના વિદેશ મંત્રી અને સુરિનામમાં ભારતના રાજદૂત સાથે ગુરુવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પરિસરની મુલાકાત લીધી હતી.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું કે, મહાનુભાવોએ કેમ્પસની મુલાકાત લીધી હતી અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. ગુરુવારે યુનિવર્સિટીએ શ્રીલંકાના હાઈ કમિશનર મિલન્ડા મોરાગોડાની પણ મેજબાની કરી હતી.SS1MS