સ્પેક માં “સ્પેક ગરબોત્સવ” ની થીમ પર રાત્રી બીફોર નવરાત્રી ની ભવ્ય ઉજવણી કરાઈ
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં શિક્ષણની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .આ વર્ષે સ્પેક ગરબોત્સવ ની થીમ પર રાત્રી બીફોર નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ગરબા કવીન પ્રાપ્તિ મહેતાને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેના ગરબાના વૃંદના તાલે લોકો ઝૂમ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી મિતેષભાઈ પટેલ (સાંસદશ્રી,આણંદ), શ્રી વિપુલભાઈ પટેલ (ભાજપ પ્રમુખ,આણંદ) નીપાબેન પટેલ (મંત્રી,પ્રદેશ મહિલા મોરચા), શ્રી જગત પટેલ (મધ્યઝોન પ્રભારી ,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ) ડૉ.નિરંજન પટેલ (કાર્યકારી કુલપતિશ્રી ,સરદાર પટેલ યુનિવર્સીટી,વિદ્યાનગર) શ્રી કે.ડી.પટેલ (ચરોતર એજ્યુકેશન ગ્રુપ) શ્રી હેમંતભાઈ પટેલ (આર.કે.એસ.એમ.) શ્રી ભરતદાન ગઢવી (તથ્ય ફાઉન્ડેશન) વિકાસ પટેલ (ટ્રસ્ટીશ્રી ,સ્પેક ),બ્રિજેશ પટેલ (ટ્રસ્ટીશ્રી ,સ્પેક),કેમ્પસના સેક્રેટરી શ્રી શીતલ પટેલ, કેમ્પસ કોર્ડીનેટર ફોરમ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સ્પેક ગરબોત્સવ ને સફળ બનાવવા માટે વિદ્યાનગર રોડ યુવક મંડળ , હાર્ટ કિલર યુવક મંડળ,ચરોતર એજ્યુકેશન ગ્રુપ તેમજ સરદાર ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા.વધુમાં આ પ્રોગ્રામના મુખ્ય સ્પોન્સર એમ.કી.પે.ઓવરસીસ (ટાઇટલ સ્પોન્સર) તેમજ કો-સ્પોન્સર તરીકે કરિયર ક્રાફટ કન્સલ્ટન્સી,કાનન ઇન્ટરનેશનલ અને ધવત ઈન્ફોટેકનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો હતો.
આ પ્રોગ્રામમાં સૌ વિધાર્થીઓએ તેમજ સ્ટાફગણે ટ્રેડિશનલ પહેરવેશ ધારણ કરી આનંદ અને ઉલ્લાસ સાથે ગરબામાં ઝૂમ્યા હતા અને કાર્યક્રમને અંતે બેસ્ટ ગ્રુપ ,બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસીસના આધારે વિધાર્થીઓ અને સ્ટાફગણને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પેક ગરબોત્સવને સફળ બનાવવા માટે વિવિધ કોલેજાેના સાંસ્કૃતિક સંયોજકોનું મહત્વનું યોગદાન રહ્યું હતું
આ ‘સ્પેક ગરબોત્સવ’ ની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ,સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ અને વિવિધ કોલેજાેના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.