ભારતમાં કોરોના રસીકરણનો આંકડો ૨૧૫ કરોડને પાર થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Vaccin-1-1024x683.jpg)
નવી દિલ્હી, દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫ હજાર ૨૨૧ નવા કેસ નોંધાયા છે અને ૧૫ સંક્રમિતોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૪૭ હજાર ૧૭૬ થઈ છે. કુલ ૪ કરોડ ૪૫ લાખ ૫૮૦ લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો ૫ લાખ ૨૮ હજાર ૧૬૫ પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ ૨૧૫ કરોડ ૨૬ લાખ ૧૩ હજાર ૦૪૯ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૭ લાખ ૮૧ હજાર ૭૨૩ ડોઝ અપાયા હતા.
સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ જાેઈએ તો ૧૧ સપ્ટેમ્બરે ૫૦૭૬ કોરોના કેસ નોંધાયા હતા. ૧૦ સપ્ટેમ્બરે ૫૫૫૪ કોરોના કેસ નોંધાયા હતા. ૯ સપ્ટેમ્બરે ૬૦૯૩ નવા કેસ નોંધાયા હતા. ૮ સપ્ટેમ્બરે ૬૩૯૫ નવા કેસ નોંધાયા હતા.
૭ સપ્ટેમ્બરે ૫૩૭૯ નવા કેસ નોંધાયા હતા. ૬ સપ્ટેમ્બરે ૪૪૧૭ નવા કેસ નોંધાયા હતા. ૫ સપ્ટેમ્બરે ૫૯૧૦ નવા કેસ નોંધાયા હતા. ૪ સપ્ટેમ્બર ૬૮૦૯ નવા કેસ નોંધાયા હતા. ૩ સપ્ટેમ્બરે ૭૨૧૯ નવા કેસ નોંધાયા હતા. ૨ સપ્ટેમ્બરે ૬૧૬૮ નવા કોરોના કેસ નોંધાયા. ૧ સપ્ટેમ્બરે ૭૯૪૬ નવા કેસ નોંધાયા.
વિશ્વમાંથી કોવિડ-૧૯ રોગચાળો ક્યારેય ખતમ થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સિન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નોે થઈ રહ્યા છે.
કોવિડ-૧૯ વર્કિંગ ગ્રૂપ દ્ગ્છય્ૈં ના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, “નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જાે આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. વર્તમાન વાયરસના સ્ટ્રેનથી તો બચાવશે પરંતુ તે ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે પણ વધુ સારું રહેશે અને લાંબા સમય સુધી રક્ષણ રહેશે.
ડૉ. અરોરાએ કહ્યું કે, નેકસ્ટ જનરેશન રસી એવી હોવી જાેઈએ કે તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જાેઈએ. કેટલાક લોકો સ્ટ્રેન સ્પેસિફિક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે.”
ડૉ. અરોરાએ ભવિષ્યમાં અપેક્ષિત કોવિડ૧૯ રસીના પ્રકારો સમજાવ્યા. તેમણે કહ્યું, “ભારતીય કંપનીઓ અને એકેડેમીયાએ આ પડકાર સ્વીકાર્યો છે અને આગામી થોડા મહિનામાં તેના વિશે વધુ માહિતી મળશે. મેં કહ્યું તેમ, ભારત હંમેશા રિહર્સલ કરવાનો અને પછી પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે.
અમે આગામી પેઢીની રસીઓ માટે અત્યંત સાવધાની સાથે કામ કરી રહ્યા છીએ. અન્ય વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ, ભારતીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પડકારને સ્વીકાર્યો છે. આગામી થોડા મહિનામાં, અમને ચોક્કસપણે પરિણામ મળશે.”SS1MS