અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય સ્ટુડન્ટન્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી
(એજન્સી)નવી દિલ્હી, ભારતીયો અમેરિકાને ફોરેન એજ્યુકેશન માટે સૌથી વધુ પસંદ કરે છે અને લેટેસ્ટ આંકડા આ વાતની સાબિતી આપે છે. અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય સ્ટુડન્ટન્સની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો માટે તકલીફ શરૂ થઈ તેના કારણે ઘણા સ્ટુડન્ટ હવે અમેરિકા તરફ વળ્યા છે.
યુએસએમાં ભણવાનો ખર્ચ ઘણો વધારે આવે છે, પરંતુ તેની સામે સારી જોબ મળવાની શક્યતા પણ વધુ રહે છે. ઉદાહરણ તરીકે પ્રણય કરકલે નામનો એક સ્ટુડન્ટ હાલમાં અમેરિકામાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે. પ્રણયે આ માટે ઘણા વર્ષો સુધી બચત કરી હતી અને ત્યાર પછી ૬૦ હજાર ડોલરની સ્ટુડન્ટ લોન લીધી હતી. તે કહે છે કે મારા ઘણા સગાએ પોતાની જમીન અને મકાનો વેચીને પોતાના સંતાનોને અમેરિકા ભણવા મોકલ્યા છે.
હું મારી જાતને નસીબદાર માનું છું. પ્રણય કહે છે કે તેને જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય તે માટે સખત મહેનત કરશે. તેનાથી તેના માટે સારી જોબ મેળવવાના માર્ગ ખુલી જશે. ભારતમાં જે પગાર શક્ય જ નથી તે પગાર મને અમેરિકામાં મળી શકશે. ભારતમાંથી દર વર્ષે લગભગ ૧૫ લાખ યુવાનો વિદેશમાં એજ્યુકેશન માટે જાય છે. ૨૦૧૨ની સાથે સરખાવવામાં આવે તો વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા આઠ ગણી વધી ગઈ છે.