ડોકટર, વકીલ, CA થયેલી 27 મહિલાઓ સાથે છેતરપિંડી કરી લગ્ન કરનાર ઝડપાયો
ભુવનેશ્વરમાં ર૭ મહિલાઓ સાથે લગ્ન કરનાર ૬૬ વર્ષીય વ્યકિતની ધરપકડ
ભુવનેશ્વર, ઓડીશા પોલીસે ૧૩ ફેબ્રુઆરીએ એક ૬૬ વર્ષની વ્યકિતને ભુવનેશ્વરમાં (Bhuvneshwar) કારથી યાત્રા કરતી વખતે ધરપકડ કરી હતી. પોલીસની આ વિશેષ ટીમ આઠ મહીનાથી તેમને શોધી રહી હતી. આ વ્યકિતને પકડવા માટે તેની ઓનલાઈન લેવડદેવડ ઉપર પણ નજર રાખવામાં આવી રહી હતી. The Odisha Ramesh Swain who married 27 women by fraud.
જયારે કારમાંથી આ શખ્સ બહાર આવ્યો હતો પોલીસની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ વ્યકિતની ઉંચાઈ પાંચ ફૂટ બે ઈચ હતી. તેનું નામ બિભુ પ્રકાશ સ્વેન છે તેની ગણના રાજયમાં સૌથી મોટા વિશ્વાસઘાતીઓ પૈકી એક તરીકે કરવામાં આવતી હતી. A 66-year-old man was recently arrested in Odisha for marrying at least 27 women by fraud, on the claim that he was an official of the government’s health ministry over the last several years.
તેણે કેરળમાં ૧૩ બેંકો સાથે ૧ર૮ નકલી કેડિટ કાર્ડ દ્વારા ૧ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. હૈદરાબાદમાં તેણે લોકો સાથે તેમના બાળકોને અમેબીબીએસમાં બેઠક આપવાના નામ પર બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સ્વૈને ભારત-તિબેટ સીમા પાલીસના સહાયક કમાન્ડન્ટથી લઈને છત્તીસગઢના ચાર્ટર એકાઉન્ટન્ટ,
નવી દિલ્હી સ્થિત એક સ્કુલના ટીચર, આસામના તેજપુરના એક ડોકટર સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના બે વકીલ ઈન્દોરના એક સરકારી કર્મચારી કેરળ વહીવટીલ સેવાના અધિકારીઓ સાથે લગ્ન કર્યા હતાં. આ માટે તેણે મેટ્રોમોનીટયલ સાઈટસનો ઉપયોગ કર્યો હતો. Among the women he married were a Supreme Court lawyer, an officer of the Kerala Administrative Service, a Chartered Accountant, an officer of ITBP, a senior executive from an insurance company, and doctors.
તેણે આવી સાઈટસ પર પોતાનું નામ પ્રોફેસર બિધુ પ્રકાશ સ્વૈન રાખ્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે આરોગ્ય શિક્ષણ અને પ્રશિક્ષણના ઉપ મહાનિર્દેશક તરીકે કાર્યરત છે. તેણે પોતાની ર્વાષિક આવક પ૦થી ૭૦ લાખ બતાવી હતી.