Western Times News

Gujarati News

કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીના મુદ્દે ચાલી રહેલું મંથન

(એજન્સી)અમદાવાદ, લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપે ૧૯૫ બેઠક પર ઉમેદવારો જાહેર કરતા જ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીનું ઉમેદવારો માટે હજુપણ મંથન ચાલુ છે. ગુજરાત કોંગ્રેસ હજી પણ ઉમેદવારોના નામની પસંદગીમાં અટવાઈ છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નામ લગભગ ફાઈનલ હોવાનું કહેવાય છે.

કેટલીક લોકસભા બેઠકો પર કોંગ્રેસના સંભવિતોને લઇ ચર્ચા ચાલુ છે. ત્યારે કોંગ્રેસની સંભવિત યાદી પર એક નજર કરીએ.

– ઉત્તર પ્રદેશની ચારેય બેઠક પર કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરશે. જેમાં બનાસકાંઠામાં ઠાકોર, પાટણમાં ઠાકોર, મહેસાણા ઠાકોર સમાજને પ્રાધાન્ય મળી શકે છે. રાજ્યની રાજકીય લેબોરેટરી મહેસાણામાં ઠાકોર ઉમેદવાર હોઈ શકે છે. મહેસાણામાં પટેલ ઉમેદવારની શક્યતા વધારે છે. જોકે, મહેસાણામાં બળદેવજી ઠાકરનું નામ પણ ચર્ચામાં છે. પરંતું જો મહેસાણામાં પાટીદાર ઉમેદવારની પસંદગી કરાય તો બળદેવજી ઠાકરને બનાસકાંઠા અથવા સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકાય છે. સાબરકાઠામાં ક્ષત્રિય ઉમેદવારની પસંદગી ચાલી છે.

– પાટણમાં ઠાકોર વર્સિસ ઠાકોરનો જોવા મળી શકે છે જંગ. જો ઠાકોરને ટિકિટ ન મળે તો રઘુ દેસાઈના નામ પર વિચારણા ચાલી રહી છે. પાટણ લોકસભા બેઠક માટે સિધ્ધપુરના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રધુ દેસાઇને ટીકીટ મળવાની શક્યતા છે.

• સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્ર સિંહ કુંપાવત અને કમલેશ પટેલના નામની ચર્ચા • અમરેલી બેઠક પર ઠુમ્મર પરિવાર, પરેશ ધાનાણી અથવા તો પ્રતાપ દૂધાતના નામોની ચર્ચા • આણંદ લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની શક્યતા • દાહોદ ચંદ્રિકાબેન બારીયા અથવા તો હર્ષદ નિનામાના નામ ચર્ચામાં • વલસાડ લોકસભામાં કિશન પટેલ અને ધારાસભ્ય અનંત પટેલની શક્યતા

• બારડોલી લોકસભા માટે પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને પૂર્વ મંત્રી રહેલ ડૉ તુષાર ચૌધરીના નામ ની ચર્ચા અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર, વડોદરા, સુરત જેવી મોટા શહેરોની આ બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારની પસંદગીની વધુ જટિલ બની શકે છે. કારણ કે, અહીં ઉમેદવારની પસંદગી મોટો ટાસ્ક બની રહ્યો છે. શહેરી વિસ્તાર છે અને સામે ભાજપના મોટા માથા સામે ટક્કર ઝીલવી મુશ્કેલ બની શકે છે.

બનાસકાંઠામાં કોંગ્રેસ ઠાકોર સમાજનો ચહેરો ઉતારી શકે છે. બનાસકાંઠા લોકસભા માટે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે. જો ગેનીબેનને ચૂંટણી લડાવે તો બનાસકાંઠામં મહિલા વર્સિસ મહિલાનો જંગ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.