હિમાચલમાં 3600 કરોડના ખર્ચે બનેલી AIIMS નું ઉદ્ઘાટન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/AIIMS_Bilaspur1-1024x465.jpg)
વડાપ્રધાને ચૂંટણી માટે શંખનાદ કરતા ૩૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે હિમાચલ પ્રદેશના બિલાસુપરમાં AIINS નું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ બિલાસપુરથી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ કરતા ૩૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા. ત્યારબાદ પીએમ મોદી સાંજે કુલ્લુ દશેરા સમારોહમાં પણ ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર ૨૦૧૭માં બિલાસપુર એમ્સનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય ક્ષેત્રની યોજના- પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષીા યોજના હઠળ તેને સ્થાપિત કરવામાં આવી છે અને ૧૪૭૦ કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે તેનું નિર્માણ થયું છે.
એમ્સનું ઉદ્ધાટન કર્યા બાદ એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે તમને બધાને સંપૂર્ણ દેશવાસીઓને વિજયાદશમીના અવસર પર ખુબ ખુબ શુભેચ્છાઓ. આ પાવન પર્વ દરેક બદીને પાર કરતા, અમૃત કાળમાં જે ‘પાંચ પ્રણ’નો સંકલ્પ દેશે લીધો છે તેના પર ચાલવા માટે નવી ઉર્જા આપશે.
મારું સૌભાગ્ય છે કે વિજયાદશમી પર હિમાચલ પ્રદેશના લોકોને સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાનો અવસર મળ્યો છે.
અત્યાધુનિક એમ્સ હોસ્પિટલમાં ૧૮ સ્પેશિયાલિટી અને ૧૭ સુપર સ્પેશિયાલિટી વિભાગ, ૧૮ મોડ્યુલર ઓપરેશન થિયેટર, ૬૪ આઈસીયુ બેડ સાથે ૭૫૦ બેડ સામેલ છે.
આ હોસ્પિટલ ૨૪૭ એકરમાં ફેલાયેલી છે અને તે ૨૪ કલાક ઈમરજન્સી અને ડાયાલિસિસ સુવિધાઓ, અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆઈઆઈ વગેરે જેવી આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર, તથા ૩૦ બેડવાળા આયુષ બ્લોકથી સુસજ્જિત છે.
આ હોસ્પિટલે હિમાચલ પ્રદેશના જનજાતીય અને દુર્ગમ જનજાતીય વિસ્તારોમાં સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ સ્વાસ્થ્ય કેન્દ્ર પણ સ્થાપિત કર્યું છે.
હોસ્પિટલ દ્વારા કાજા, સલૂની અને કેલાંગ જેવા દુર્ગમ જનજાતીય અને વધુ ઉંચાઈવાળા હિમાલયી વિસ્તારોમાં સ્વાસ્થ્ય શિબિરોના માધ્યમથી વિશેષજ્ઞો દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં દર વર્ષે એમબીબીએસ કોર્સ માટે ૧૦૦ વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોર્સ માટે ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.