દ્રશ્યમ ૨નો ઓપનિંગ વીકએન્ડમાં કમાણીનો આંકડો ૬૦ કરોડને પાર
મુંબઈ, બોક્સઓફિસ પર છેલ્લા ત્રણ દિવસથી અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ ૨ છવાયેલી છે. રોજેરોજ ફિલ્મના બોક્સઓફિસ કલેક્શનમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. ઓપનિંગ ડેથી જ શાનદાર કમાણી કરનારી આ ફિલ્મે વીકએન્ડ પર ધમાલ મચાવી છે.
‘દ્રશ્યમ ૨’એ ઓપનિંગ વીકએન્ડમાં જ ૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત તબ્બુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા, અક્ષય ખન્ના પણ મહત્વના રોલમાં છે. અજય દેવગણની થેંક ગોડે મૂવી લવર્સને નિરાશ કર્યા હતા પરંતુ ‘દ્રશ્યમ ૨’એ બધી જ ફરિયાદો દૂર કરી છે. દ્રશ્યમ ૨એ પહેલા જ દિવસે ૧૫.૩૮ રૂપિયાની કમાણી કરી હતી.
વીકએન્ડ પર તો તેનાથી પણ વધુ વકરો કર્યો હતો. શનિવારે ફિલ્મની કમાણી ૨૧.૫૯ કરોડ રૂપિયા હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પહેલા અને બીજા દિવસની કમાણીને પાછળ છોડતાં ફિલ્મે રવિવારે ૨૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.
આ બોક્સઓફિસ કલેક્શનને શાનદાર કહી શકાય કારણરે છેલ્લા થોડા મહિનાઓથી હિન્દી ફિલ્મની કમાણીમાં આવો ગ્રોથ જાેવા નથી મળી રહ્યો. દ્રશ્યમ ૨એ ત્રણ દિવસમાં ૬૩.૯૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રણ જ દિવસમાં ફિલ્મે ૫૦ કરોડથી વધુ વકરો કરી લીધો છે.
હવે ફિલ્મ ૧૦૦ કરોડના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. ઓપનિંગ વીકએન્ડ પછી ‘દ્રશ્યમ ૨’ની પહેલા અઠવાડિયાની કમાણી મહત્વની ગણાશે. ખાસ કરીને સોમવારનું ફિલ્મનું કલેક્શન. જાેકે, ‘દ્રશ્યમ ૨’ની ગતિને જાેતાં લાગી રહ્યું છે કે, ફિલ્મ સોમવારે એટલે કે ચોથા દિવસે પણ ડબલ ડિજિટમાં કમાણી કરે તો નવાઈ નહીં.
જણાવી દઈએ કે, ‘દ્રશ્યમ ૨’એ ત્રીજા દિવસની કમાણી મામલે ભૂલભૂલૈયા ૨ને પાછળ છોડી છે. કાર્તિક આર્યનની આ ફિલ્મે ત્રીજા દિવસે ૨૩.૫૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હાલ બોક્સઓફિસ પર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઊંચાઈ’ પણ સારું પ્રદર્શન કરી રહી છે.
ફિલ્મના કલેક્શનમાં બીજા રવિવારે પણ ઉછાળો જાેવા મળ્યો હતો. ફિલ્મે દસમા દિવસે ૩.૧૫ કરોડ રૂપિયા કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કનેક્શન ૨૩.૮૮ કરોડ રૂપિયા થયું છે.SS1MS