દિયોદર-ભાભર રોડનો ઓવર બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો
દિયોદર, બનાસકાંઠા જિલ્લાને મોટી ભેટ નવા વર્ષની શરુઆતે મળી છે. દિયોદર રેલવે ઓવર બ્રિજને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે ખુલ્લો મુકીને વર્ષો જૂની સમસ્યાને દૂર કરવામાં આવી છે. આમ હવે નવા ઓવર બ્રિજને ખુલ્લો મુકતા વિસ્તારના વાહન ચાલકો અને સ્થાનિકોને મોટી રાહત પહોંચી છે.
૨૪ કલાકમાં ૯૦ વાર રેલવે ફાટક બંધ રહેતુ હોય તો વિચારો કે વાહન ચાલક તરીકે તમને કેવી સમસ્યાનો સામનો કરવો પડે. સરેરાશ દર ૧૫ મિનિટે ફાટક બંધ રહેતુ હતુ, જેનાથી સ્થાનિકો પરેશાન છે. દિયોદર -ભાભર રોડ પરના રેલવે ફાટકની સમસ્યાને દૂર કરતો ઓવર બ્રિજ હવે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
વિસ્તારના લોકોએ આ સમસ્યાને દૂર કરવા માટે માંગ કરવામાં આવતી હતી. જેને હવે દૂર કરવામાં આવતા સ્થાનિકોને રાહત સર્જાઈ છે.પ્રધાન બળવંતસિંહ રાજપૂતે મીડિયા સાથે વાતચિત કરવા દરમિયાન બતાવ્યુ હતુ કે, પોતે સાંભળ્યુ છે કે, ૯૦ વખત દિવસમાં ફાટક બંધ રહેતુ હતુ.
આમ આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રયાસ કરતા ૩૨ કરોડના ખર્ચે નવો ઓવર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે. ફાટકની સમસ્યા દૂર થતા સ્થાનિકોને મોટી રાહત સર્જાઈ છે. SS3SS