ઓવર સ્પીડ કાર સીધી ઝાડ સાથે અથડાઇ હવામાં ફંગોળાઇ
રાજકોટ, શહેરમાં વર્ષાઋતુનનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. રવિવારે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાેકે, આ વરસાદના કારણે રાજકોટમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. રાજકોટ શહેરમાં એક કાર બેકાબૂ બની હતી અને વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી.
રાજકોટ શહેરમાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોમાં ખુશી જાેવા મળી હતી. જાેકે, વરસાદના કારણે રાજકોટમાં એક દુર્ઘટના બનતા ટળી હતી. રાજકોટ શહેરમાં રવિવારે સાંજના સમયે એક કાર પૂરપાટ ઝડપે રિંગ રોડ પર નીકળી હતી. આ સમયે આ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને સીધી જ વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી. આ કાર ઓવર સ્પીડમાં હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.
આ કારની સ્પીડ એટલી હતી કે, તે ઝાડ સાથે અથડાયા બાદ હવામાં ફંગોળાઈ ગઈ હતી. ઝાડ સાથે અથડાયેલી આ કારમાં સવાર બે યુવાનોને ઇજા પહોંચી હતી. સામાન્ય રીતે રવિવારે રેસકોસ રીંગરોડ એ લોકોના ટ્રાફિકથી ધમધમતો હોય છે. ખાસ કરીને રવિવારની સાંજે રેસકોર્સ રીંગરોડ પર બેસવાની પણ જગ્યા નથી હોતી.
જાેકે, આજે રવિવાર હતો પરંતુ વરસાદના કારણે લોકો રીંગરોડ પર ફરવા નહોતા નીકળ્યા. જે સમયે કાર ઝાડ સાથે અથડાય ત્યાં વરસાદના કારણે સદનસીબે કોઈ હાજર ન હતું. જાે લોકોની હાજરી હોત તો કદાચ કોઇને મોટી ઇજા પહોંચી શકતી હતી. આ ઘટનામાં બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા. બીજી તરફ, પોલીસે પણ ઓવર સ્પીડે કાર ચલાવવા સહિતના અલગ-અલગ મુદ્દે તપાસ હાથ ધરી હતી.SS1MS