આંગડિયા પેઢીના માલિકને માથામાં હથોડી મારી 13 લાખની લૂંટ
નડિયાદની ભાવસાર વાળ ચોક્સી બજારમાં આંગડિયા પેઢીમાં ભર બપોરે રૂા.૧૩ લાખની લૂંટ
(તસ્વીરઃ સાજીદ સૈયદ) નડિયાદ, નડિયાદમાં ભાવસાર વાળ ચોક્સી બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે એક આંગડિયા પેઢીમાં આજે ભર બપોરે એકટીવા લઈને આવેલા સિંગલ લૂંટારું એ પેઢી પર બેઠેલા માલિકના માથામાં હથોડી મારી રૂપિયા ૧૩,૦૦,૦૦૦ની સંસનાટી ભરી લૂંટ કરી
હોવાના બનાવતા લઈ ચકચાર મચી છે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. The owner of Angadia firm was hit in the head with a hammer and robbed of 13 lakhs
આ બધા અંગે મળતી માહિતી મુજબ નડિયાદના ભાવસારવાડ માં આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે આવેલ વિજયકુમાર વિક્રમભાઈ આંગડિયા પેઢીમાં આજે બપોરે પોણા ત્રણ વાગે લુટ નો બનાવ બન્યો છે આ પેઢી પર પેઢીના માલિક ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હાજર હતા જ્યારે પેઢીનો કર્મચારી ગિરીશભાઈ મંગળભાઈ રાણા ઘરે ખાવા ગયો હતો
તે દરમિયાન આ લૂંટારોએ ખેલ પાડ્યો છે આ પેઢી પહેલા મળે છે રસ્તાની સાઈડમાં દુકાનો અને દુકાનોની ઉપર આ પેઢી ચાલે છે પેઢીમાં જવા માટે નાનો દાદરો છે આ દાદર આગળ લૂંટ કરવા આવેલા ૪૦ થી ૪૫ વર્ષીય લૂંટારોએ પોતાનું એકટીવા પાર્ક કર્યું હતું અને દાદર ચડ્યા બાદ પેઢીમાં પ્રવેશ્યો હતો તે વખતે પેઢી પર ઉપેન્દ્રભાઈ એકલા હાજર હતા
ઉપેન્દ્રભાઈ ને એવું લાગ્યું કે આવનાર રૂપિયા આપવા અથવા તો લેવા આવ્યો હશે જેથી ઉપેન્દ્રભાઈએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા આવેલા લૂંટારોએ પોતાની પાસેની હથોડી ઉપેન્દ્રભાઈ ના માથામાં ભટકાડી દીધી હતી જેથી ઉપેન્દ્રભાઈને તમ્મર ચડી ગઈ હતી જાેકે આવનાર ઈસમ પાસે ચપ્પુ પણ હોવાનું જાણવા મળે છે
ચપ્પુની અણીએ આવનાર લૂંટારોએ પેઢીમાંથી રૂપિયા તેર લાખ જેટલી રકમ ઉઠાવી હતી અને ચાદરમાં વીટી ચાદર પોતે લાવેલ થેલીમાં મૂકી હતી અને મહત્વની વાત એ છે કે આવનારી સામે સીસીટીવી કેમેરા ના ઙ્ઘહ્વિ ને પણ કાઢીને પોતાની સાથે લઈ ગયો હતો
જેથી કરીને કોઈ પુરાવો રહે નહીં એકટીવા પર આવેલ લૂંટારો આટલી માતબર રકમ લૂંટીને ભાગી ગયા બાદ ઉપેન્દ્રભાઈ ને કળવળતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી જેથી આજુબાજુના ધંધા રોજગાર વાળાઓ દોડી આવ્યા હતા. સૌ પ્રથમ ઇજાગસ ઉપેન્દ્રભાઈ ને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે
બીજી બાજુ આ બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતા પોલીસ પણ દોડી આવી હતી એલસીબી એસઓજી તેમજ ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જીણવટ ભરી તપાસ હાથ છે હાલમાં એવો અંદાજ છે કે પેઢીમાંથી લૂંટારો ૧૩ લાખની રોકડ લૂંટી ગયો છે
જાેકે હજુ સુધી આ પેઢીમાંથી કેટલી રકમ લૂંટાઈ તેનો આંકડો સ્પષ્ટ થયો નથી નડિયાદ પોલીસે બનાવ બાદ તરત નાકાબંધી ગોઠવી દીધી છે પરંતુ ભર બજારમાંથી લૂંટીને ભાગેલ આ લૂંટારો નડિયાદમાં જ ક્યાંક સંતાઈ ગયો હોવાની શક્યતા છે આ લખાય છે ત્યારે પોલીસ નિવેદન લેવાની કામગીરીમાં લાગી છે કોઈ જાતની ફરિયાદ નોંધાય નથી