Western Times News

Gujarati News

મેડિસીન કંપનીના માલિકે બિલ્ડર સાથે ૬ કરોડની છેતરપિંડી કરી

પ્રતિકાત્મક

(એજન્સી)ભરૂચ, અંકલેશ્વરની GIDCની એક કંપનીના માલિકે ભરૂચના બિલ્ડર પાસેથી ૧૫ દિવસ માટે ૬ કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર GIDCમાં આવેલા નોરિસ મેડિસીન કંપનીના માલિક અને ચેન્નાઈના રહીશ વિમલ શાહની મુલાકાત ભરૂચના ચંદ્રેશ શાંતિલાલ શ્રોફે ભરૂચના શિલ્પી ગ્રુપના બિલ્ડર સેજલ શાહ સાથે કરાવી હતી. શ્રોફ ચંદ્રેશ દ્વારા વિમલ શાહ સાથે તેમના જૂના પારિવારિક સંબંધો હોવાનું કહીને બિલ્ડર સેજલ શાહ સાથે મુલાકાત કરાવી હતી.

વિમલ શાહે પોતાને અરજન્ટ ૬ કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાથી ચંદ્રેશ શ્રોફે હમણા તેમની પાસે નથી તેમ જણાવ્યું હતું. જેથી બિલ્ડર સેજલ શાહને કહ્યું હતું કે, તમારી પાસે હોય તો હમણા તમે આપી દો. વિમલ શાહે માત્ર ૧૫ દિવસ માટે હાથ ઉછીના કહીને ૬ કરોડ રૂપિયાની માતબર રકમ માંગતા સેજલ શાહે

તેમની કુટુંબની બહેન કિરણના બેંકના એકાઉન્ટમાંથી ૨૮ ડિસેમ્બરના રોજ વિમલ શાહના સીટી યુનિયન ચેન્નાઈના એકાઉન્ટમાં બે કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ત્યારબાદ વિમલ શાહેર બાકીના ૪ કરોડ રૂપિયા તાત્કાલિક ટ્રાન્સફર કરવાનું જણાવતા સેજલ શાહે ૩૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પોતાના બેંકના એકાઉન્ટમાંથી વિમલ શાહના ખાતામાં ૪ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જાે કે, ૧૫ દિવસ માટે આપેલી માતબર રકમ પરત કરવામાં વિમલ શાહે નાટક કરવાનું શરૂ કર્યું. બિલ્ડર સેજલ શાહે અને શ્રોફ ચંદ્રેશ દ્વારા અવારનવાર વિમલ શાહને પૈસાની માંગણી કરવામાં આવતા વિમલ શાહેર ઉધરાણી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

આમ ઉછીના લીધેલા ૬ કરોડ રૂપિયા ૧૫ દિવસમાં પરત કરવાની વાત હતી, પરંતુ ૬ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વિમલ શાહે રૂપિયા પરત ન કરતા આખરે બિલ્ડર સેજલ શાહે વિમલ શાહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.