Western Times News

Gujarati News

પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફની દર્દભરી કહાની

નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના જાેરદાર ફાસ્ટ બોલર હરિસ રઉફને તો હવે આખી દુનિયા ઓળખે છે. વર્લ્ડકપ ટીમનો હિસ્સો એવો આ ખેલાડી પાકિસ્તાન માટે ૯૧ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને ૧૩૭ સફળતા મળી છે. રઉફની લાઈફ સ્ટોરી પણ ઘણા ક્રિકેટરોની જેમ ઘણી રસપ્રદ છે.

આજે આ ક્રિકેટર સફળ છે પણ તે ખૂબ લાંબી સફર કાપીને આવ્યો છે. હારીસ રઉફના ઘરની હાલત પહેલા ઘણી દયનીય હતી. સ્થિતિ એવી હતી કે તેની પાસે અભ્યાસ માટે પણ પૈસા નહોતા. આવા સંજાેગોમાં તે ક્રિકેટ રમતો અને મેચ જીતીને મળેલી ઈનામની રકમથી પોતાની શાળાની ફી ભરતો.

વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા વર્લ્ડ કપ વેબસાઈટે તેની સાથે ખાસ ઈન્ટરવ્યુ લીધો છે. આ વાતચીત દરમિયાન તેણે કહ્યું, ‘મારે ટેપ બોલ રમવાનું કારણ મારા અભ્યાસ માટે પૈસા ભેગા કરવાનું હતું, કારણ કે મારા પિતાની આવક મારી ફી ભરવા માટે પૂરતી ન હતી. આ સિવાય વધુ પૈસા કમાવવા માટે હું રવિવારે નાસ્તો વેચતો હતો.

મારી માતાનું સ્વપ્ન હતું કે આપણું પોતાનું ઘર હોય. હારીસ રાઉફને વિરાટ કોહલી અબોવ ધ હેડ મારેલો છગ્ગો તો બધાને યાદ રહી જાય એવો શોટ હતો. ત્યાર પછી આ બંને ક્રિકેટરો મેદાનમાં મળ્યા છે અને મૈત્રી બતાવી ચૂક્યા છે. હારીસ વિરાટની વિકેટ ઝડપવાનો વિશ્વાસ બતાવી ચૂક્યો છે. રઉફના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં કુલ ૯૧ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેને ૮૯ ઇનિંગ્સમાં ૧૩૭ વિકેટ્‌સ મળી છે.

રઉફે ટેસ્ટ ક્રિકેટમાં ૭૮.૦૦ની એવરેજથી એક વિકેટ, ૨૮ ર્ંડ્ઢૈં ઇનિંગ્સમાં ૨૪.૩૨ની એવરેજથી ૫૩ અને ૬૦ ્‌૨૦ ઇનિંગ્સમાં ૨૧.૭ની એવરેજથી ૮૩ વિકેટ્‌સ પોતાના નામે કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.