રાજકુમાર રાવ-શ્રદ્ધા કપૂરની જોડી હવે ‘સ્ત્રી ૩’માં ધૂમ મચાવશે
મુંબઈ, રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર સ્ત્રી ૨ બ્લોકબસ્ટર હતી. હવે આ જોડી સ્ત્રી ૩ માં પણ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે સ્ટ્રી ૩ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ત્રી ૨’ વર્ષ ૨૦૨૪ની બ્લોકબસ્ટર ફિલ્મ છે.
આ હોરર કોમેડીને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો અને આ સાથે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી. ચાહકોને મોટી ભેટ આપતાં ‘સ્ત્રી ૨’ના નિર્માતાઓએ ‘સ્ત્રી ૩’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
‘સ્ત્રી ૨’ની બમ્પર સફળતા પછી, નિર્માતાઓએ આ હોરર-કોમેડી ફિલ્મના ત્રીજા ભાગની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેનું નિર્દેશન અમર કૌશિક કરશે. ‘સ્ત્રી ૩’ ૨૦૨૭માં રિલીઝ થશે. મેડૉક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ‘સ્ત્રી ૩’ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.
આ સાથે, મેડૉક સુપરનેચરલ યુનિવર્સના અધિકૃત નિર્માણ સ્ટુડિયોએ પણ ‘શક્તિ શાલિની’, ‘ભેડિયા ૨’ અને ‘ચામુંડા’ સહિત ઘણી વધુ રાહ જોવાતી ફિલ્મોની રિલીઝ તારીખોની જાહેરાત કરી છે.‘સ્ત્રી ૨’ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોમાંથી એક છે.
આ ફિલ્મે ભારતમાં ૫૯૧.૯૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. વર્લ્ડવાઈડ ફિલ્મે ૮૪૦.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે સ્ત્રી ૨ની વાર્તા ચંદેરી શહેર પર આધારિત છે જેમાં લોકો સિરકટેના આતંકથી પરેશાન છે.
અક્ષય કુમારે પણ સ્ત્રી ૨ માં કેમિયો કર્યાે છે. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આગામી સ્ત્રી ૩માં પણ ખિલાડી કુમાર મહત્વની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ રોમાંચક હોરર-કોમેડી ળેન્ચાઈઝીમાં આગળ શું થશે તેની ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.SS1MS