બોલિવૂડમાં ઘરડાં હિરો અને યુવાન હિરોઇનની જોડી નવી નથી

સલમાન ખાન-રશ્મિકાથી લઇને રજનીકાંત-સોનાક્ષી સિંહા
મુંબઈ, સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની સિકંદરની જાહેરાત થઈ ત્યારથી તેમની બંનેની ઉમરમાં મોટા તફાવત વિશે ચર્ચા થતી રહી છે, પરંતુ આ પહેલાં શાહરુખ ખાન અને રજનીકાંત જેવા સ્ટાર્સ પણ આ પ્રકારની જોડીમાં કામ કરી ચૂક્યા છે.
બોલિવૂડમાં આ પ્રકારની જોડી કોઈ નવી નથી. સલમાને ફિલ્મના ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં મજાકમાં ટ્રોલર્સને જવાબ પણ આપ્યો હતો કે, હું તો રશ્મિકાના સંતાનો સાથે પણ હિરો તરીકે જ કામ કરીશ. બોલિવૂડમાં કોઈ પણ ઉમરે સુપરસ્ટાર હંમેશા યુવાન હિરો જ રહે છે. જોઈએ આવી કેટલીક ફિલ્મી જોડીઓ વિશે.સલમાન ખાન ૫૯ વર્ષનો છે અને તેણે ૨૮ વર્ષની રશ્મિકા મંદાના સાથે સિકંદરમાં જોડી જમાવી છે. તેમની બનંનેની વચ્ચે ૩૧ વર્ષનો ફરક છે.
આ બાબતે સલમાને મીડિયા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મીડિયા આ પ્રકારે એજગેપની વાતો કરીને ફિલ્મની મજા બગાડી નાખે છે.આમિર ખાનની ઉમર ૬૦ વર્ષ છે અને કરીના કપૂર ખાનની ઉંમર ૪૪ વર્ષ છે. તેમણે ૨૦૦૯માં થ્રી ઇડિયટ્સમાં કામ કર્યું હતું. એ વખતે આમિરની ઉંમર ૪૫ વર્ષ અને કરીનાની ઉંમર ૨૯ વર્ષ હતી.
બંને વચ્ચે ૧૬ વર્ષના ફરક છતાં ફિલ્મ સુપર હિટ રહી હતી. બંનેએ ૨૦૧૨માં તલાશ અને ૨૦૨૨માં લાલ સિંઘ ચઢ્ઢામાં પણ કામ કર્યું હતું.તાજેતરમાં દાબિડી દિબડી ગીત ચર્ચામાં હતું, એ ડાકુ મહારાજ ફિલ્મમાં ઉર્વશી રૌતેલાએ સાઉથના સુપરસ્ટાર નંદામુરી બાલાક્રિશ્ના સાથે કામ કર્યું હતું. તેમની વચ્ચે ૩૩ વર્ષનો ફરક છે. તેમના આ ગીતને લોકોએ વલ્ગર ગણાવ્યું હતું અને ફિલ્મની ઘણી ટીકા થઈ હતી.
અક્ષય કુમારની ઉંમર ૫૭ વર્ષ છે અને માનુષી છિલ્લરની ઉંમર ૨૭ વર્ષ છે. તેમણે બંનેએ ૨૦૨૨માં આવેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં સાથે કામ કર્યું હતું. બંનેએ ૨૦૨૪માં આવેલી બડે મિંયા છોટે મિંયામાં પણ સાથે કામ કર્યું હતું. તેમની વચ્ચે ૩૦ વર્ષનો ફરક છે.
આ અંગે એક કોન્ફરન્સમાં માનુષીએ ખુલાસો કર્યાે હતો કે, “હું ઉંમરના તફાવતને કોઈ વિચિત્ર બાબત તરીકે કે આવું ન હોવું જોઈએ, એવી દૃષ્ટિએ જોતી જ નથી.”
શાહરુખ ખાનની ઉંમર ૫૯ વર્ષ છે અને દીપિકા પાદુકોણની ઉંમર ૩૯ વર્ષ છે, ૨૦૦૭માં ઓમ શાંતિ ઓમમાં ડેબ્યુ કર્યા પછી શાહરુખ અને દીપિકાએ એક સાથે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે, ત્યારે દીપિકા ૨૧ અને શાહરુખ ૪૧ વર્ષનો હતો. આ અંગે શાહરુખની માનસિકતા અન્ય કલાકારોથી થોડી અલગ છે, કરણ જોહરના શોમાં શાહરુખે કહ્યું હતું કે તેને આ રોલમાં એજગેપના કારણે સ્ટોકર અંકલ જેવું લાગતું હતું.SS1MS