પંચમહાલ કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ

(પ્રતિનિધિ)ગોધરા. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૨ ગાંધી જયંતી નિમિત્તે ગોધરાના ગાંધી ચોક માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના સ્ટેચ્ય ને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ મેનિફેસ્ટો સમિતિના કન્વીનર અને જીપીસીસીના માઇનોરીટીના મંત્રી ઉસ્માન ગની બેલી , એક્સ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ , દુષ્યંતસિંહ ચૌહાણ , તાલુકા પ્રમુખ આર.એન.પટેલ , મેનિફેસ્ટો કોઓર્ડીનેટર એડવોકેટ આબિદભાઈ શેખ શહેર પ્રમુખ સિદ્ધિભાઈ ચલાલી વાલા , કોર્ડીનેટર ઉમેશભાઈ શાહ , ઉપપ્રમુખ માનસિંગભાઈ પટેલ , રુહુલ અમીન મેદા , જીપીસીસી માઈનોરીટી ના મંત્રી યાકુબભાઈ હેબટ પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મિકી જાેશેફ તેમજ પક્ષ ના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીજી અમર રહો, નફરત છોડો ભારત જાેડો ના નારા લગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.