અમદાવાદને પ્રદૂષિત કરતા વેપારીની PCBએ ધરપકડ કરી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જાેખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબીને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં PCBએ ઘટનાની ગંભીરતાને જાેઈને જીપીસીબીને સાથે રાખી એક ખુલ્લા મેદાનમાં ગંદકી ફેલાવવા મામલે કાર્યવાહી કરીને એક વેપારીની ધરપકડ કરી લીધી છે.
હાલ પીસીબીએ આરોપી સામે ૨૮૪, ૨૭૮ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ કલમ ૭,૮,૧૫(૧) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.The PCB arrested the trader who polluted the city
પીસીબીને માહિતી મળી હતી કે રામોલ વિસ્તારમાં સાજીદ અંસારી નામનો એક વ્યક્તિ પોતાની જગ્યામાં સેડ બનાવીને સેડમાં પ્લાસ્ટિકના જાેખમી ઘન કચરાનું પ્રોસેસિંગ કરી પોતાના સેડની સામે ખુલા ખેતરમાં પ્રદૂષિત પાણી સહિત જાેખમકારક વસ્તુઓ ફેંકી રહ્યો છે. માહિતીના આધારે પીસીબીએ કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે જે ખેતરમાં તે આ કચરો ફેંકી રહ્યો છે તે ખેતર એક વ્યક્તિ પાસેથી મહિને ૭ હજાર રૂપિયા આપી ભાડેથી લીધેું હતું. આ પ્રોસેસ માટે તેણે કોઈ સરકારી પરવાનગી લીધી છે કે કેમ તે વિશે પૂછતાં તેણે જણાવ્યું હતુ કે, આ બાબતે કોઈ પરવાનગી લીધી નથી.
આ બાબતે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આવી તો એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આવા અનેક લોકો નદીઓમાં કેમિકલયુક્ત પાણી નાખીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે.
આ તમામ સામે જીપીસીબીએ કાર્યવાહી કરવી જાેઈએ. હાલ પીસીબીએ આરોપી સામે ૨૮૪, ૨૭૮ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ કલમ ૭,૮,૧૫(૧)મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે.SS1MS