અઘારમાં રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પ્રજા કટિબદ્ધ બની
પશુએ ભોગ લીધેલ મૃતકોના પરિવારને અને ઈજાગ્રસ્તોને સહાય ચુકવવા માંગ કરાઈ
પાટણ, અઘાર ગામમાં રખડતા ઢોરોએ બે મહીલાના જીવ લીધા બાદ સમસ્ત ગ્રામજનોએ ગ્રામ પંચાયતને સાથે રાખી એકસંપ થઈ રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા કટીબદ્ધ બની મૃતકોને સરકરી સહાય આપવા અને ગામમાંથી રખડતા ઢોરોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ સાથે જીલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
ગ્રામજનોએઅ જીલ્લા કલેકટર કચેરી ખાતે કરેલ લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે, ગામમાં રખડતાં ઢોરો પૈકીછ ફકત ગાયો લેવા ગૌશાળાઓઅ તૈયાર છે. પરંતુ અન્ય પશુઓઅ લેવા તૈયાર ના હોય ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી તંત્ર ઢોર મુકવાની વ્યવસ્થામાં મદદરૂપ થાય, ગ્રામજનો રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા જાગૃત બની થનાર ખર્ચ અને ગૌશાળામાં ઢોર મુકવા જશે. તો નિભાવણી ખર્ચ પેટે દાન આપવા લોક ફાળો ભેગો કરવા લાગ્યું છે કે જેમાં લોકો સ્વેચ્છાએ ફાળો આપવાનું શરૂ કર્યું છે.
પરંતુ બીજી તરફ ગ્રામ પંચાયતના વહીવટ દ્વારા આસપાસની ગૌશાળાઓમાં ઢોર પકડીની મુકી શકાય માટે સંપર્ક શરૂ કર્યા છે. જેમાં ગૌશાળાઓ દ્વારા રખડતા ઢોરો પૈકી ગાયો સ્વીકારવા તૈયારી બતાવી છે. પરંતુ ગૌશાળામાં અન્ય પશુઓ તોફાન મચાવતા હોય સ્વીકારવાની ના પાડી રહયાં હોય ગ્રામ પંચાયત અને ગ્રામજનો ઢોર પકડયા બાદ કયાંમુકશે તેમજ ઢોર પકડવા માટે ઢોર ડબ્બો પંચાયતમાં ના હોય ગ્રામજનો મુંઝવણમાં મુકાય છે.
પ્રજા કોઈપણ સંજાેગોમાં સમસ્યા દુર કરવા મકકમ હોય રખડતા ઢોરો પકડવા માટે ઢોર ડબબો મુકવા માટે તંત્ર દ્વારા યોગ્યય વ્યવસ્થા કરી આપે તે માટે રજુઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આઘાર ગામનાં લોકો કલેકટર કચેરી ખાતે રજુઆત કરવા આવ્યા ત્યારે ગામના પૂર્વ સરપંચ રૂપસંગજી સોલંકીએઅ જણાવ્યું હતું કે, જાે તંત્ર રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ નહી લાવે તો ગ્રામજનો દ્વારા ગામની સીમ વિસ્તારમાં નંદીધામ બનાવવાની ગ્રામજનોની વિચારણા હોવાનું જણાવ્યું હતું.