ગુજરાતની જનતા બરાબરનો પાઠ ભણાવશેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી, ગુજરાત ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર મોટો પ્રહાર કર્યો છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં ચમકવા માટે પ્રધાનમંત્રીની ૧૦૦ વર્ષિય માતાનું અપમાન કર્યું છે. અરવિંદ કેજરીવાલના આદેશ પર આપ નેતાએ રાજકારણ માટે ગુજરાત અને તેના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ચૂંટણીમાં ગુજરાતી તેમને બરાબરનો પાઠ ભણાવશે. પ્રેસ કોન્ફ્રરન્સ દરમિયાન શુક્રવારે કહ્યું કે, અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર આમ આદમી પાર્ટીની ગુજરાત શાખા સતત આવી રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહી છે.
તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના એક નેતા ૧૦૦ વર્ષિય મહિલાનું અપમાન એટલા માટે કરે છે, કારણ કે તે માતાએ એ દિકરાને જન્મ આપ્યો, જેણે દેશના આશીર્વાદ લઈને પ્રધાનસેવકનું દાયિત્વનું ર્નિવહન કર્યું.
ભાજપના નેતાએ કહ્યું કે, હું અરવિંદ કેજરીવાલજીને બે શબ્દો સ્પષ્ટ કહેવા માગું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય હાર આગામી ચૂંટણીમાં થવાની જ છે. આપે પ્રધાનસેવકની માતાનું જ અપમાન નથી કર્યું પણ આપે ગુજરાતમાં એક ૧૦૦ વર્ષિય માતાનું અપમાન કર્યું છે. હું અરવિંદ કેજરીવાલજીને આજે કહેવા માગુ છું કે, શબ્દો ઓછા પડે છે, આક્રોશ વ્યક્ત કરવા માટે, પણ ગુજરાત અને ગુજરાતીઓએ સંકલ્પ લીધો છે કે, આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીમાં ધ્વસ્ત કરશે.SS1MS