જંબુસર હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાથી તાલુકાની જનતા પરેશાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર તાલુકાની ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે એકમાત્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે.જ્યાં દૂર દૂર ગામડેથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.પંરતુ હાલ આ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાથી જંબુસર પંથકની જરૂરિયાતમંદ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. The people of the taluka are worried because there is no gynecologist doctor in the Jambusar hospital
અને હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવતા મહિલાઓને ગાયનેક ડોક્ટરના અભાવે વડોદરા અથવા તો ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.
જંબુસર થી વડોદરા સુધીનું અંતર આશરે ૫૫ કિલોમીટર હોય જેથી પ્રસૂતા દર્દીને ખર્ચ વધુ થવાનો ભય રહેતા ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે.જેથી તેઓને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવે છે.જાેકે ગાયનેક ડોક્ટર જંબુસરમાં બે દિવસ ફરજ બજાવે છે.
ત્યારે બાકીના દિવસોમાં પ્રસુતા મહિલાઓ હેરાન પરેશાન થાય છે.હાલ જંબુસર હોસ્પિટલમાં વધુ પડતા કરાર આધારિત ડોક્ટરો ફરજ બજાવે છે.જંબુસરના ઘરમાં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ કોટેજ હોસ્પિટલમાં સરકાર ડોક્ટરોની ભરતી કરે તે ઈચ્છનીય છે.
આ અંગે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અધિક્ષક કીર્તિબેન શાહે જણાવ્યું હતું કે ઉપરી અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરી ગાયનેક ડોક્ટરની જગ્યા ભરવા જણાવ્યું છે.