Western Times News

Gujarati News

ગુજરાતના આ 4 ગામના લોકોને આજે પણ GSRTCની બસમાં બેસવા બે કિલોમીટર ચાલતા જવું પડે છે

પ્રતિકાત્મક

બરવાળા તાલુકાના ગામડામાં એસ.ટી.ની (GSRTC) દુવિધા -તાલુકાના ર૪ ગામ પૈકી ૯ ગામના લોકોએ બસ જાેઈ નથી -તો ૪ ગામના લોકોએ એસ.ટી.બસમાં બેસવા એકથી બે કિ.મી ચાલવું પડે છે

બોટાદ, બરવાળા તાલુકામાં (Barvala Taluka Botad Gujarat)  ર૪ ગામડાઓ આવેલા છે તેમાં મોટા ભાગના ગામડાઓ હાઈ-વે રોડ ઉપર આવેલા છે જયારે હાઈવેથી અંદર આવેલ પ૦ ટકા ગામડાઓના લોકોએ પોતાના ગામમાં આજ સુધી એસ.ટી.બસ જાેઈ તેમને બહાર ગામ જવા માટે પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડે છે The people of these 4 villages of Gujarat have to walk two kilometers to board a GSRTC bus.

ત્યારે સરકાર દ્વારા ગામડાના વિકાસના બણગા ફુકતી રહયા છે ત્યારે આ તાલુકાના ગામડા હજી અઢારમી સદીમાં ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ર૪ ગામડાઓ અને રર ગ્રામ પંચાયતો આવેલી છે તેમાંથી ૯ ગામના લોકોએ પોતાના ગામમાં આજ દિન સુધી એસ.ટી.બસ જાેઈ નથી જયારે ૪ ગામોમાં દિવસ દરમિયાન માત્ર એકથી બે બસ આવે છે જયારે ત્રણથી ચાર ગામડાના લોકોને એસ.ટી.બસમાં બેસવા માટે હાઈવે રોડ સુધી એક બે કિ.મી. ચાલીને જવું પડે છે આ ગામડાઓમાં પણ બસ ગામની અંદર આવતી નથી

હાઈવે ઉપર બારોબાર પીકઅપ સ્ટેન્ડ ઉપર ઉભી રહીને નીકળી જાય છે આમ બરવાળા તાલુકાના પ૦ ટકા ગામડાઓ આજે એકવીસમી સદીમાં પણ એસ.ટી.બસ લોકોએ જાેઈ નથી ત્યારે આ ગામડાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ન છૂટકે પ્રાઈવેટ વાહનોમાં બેસી અભ્યાસ માટે જવું પડે છે

જયારે ગામડાના સરપંચોનો આ અંગે ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓને ગામડાઓમાંથી શહેરમાં અભ્યાસ માટે એસ.ટી.બસમાં ફ્રીમાં પાસ કાઢી આપવામાં આવે છે પરંતુ આ તાલુકાના પ૦ ટકા ગામડાઓમાં એસ.ટી.બસ આવતી જ નથી તો આ ગામડાની વિદ્યાર્થીનીઓને આ ફ્રી પાસ સુવિધાનું શું ? માટે આ ગામડાઓમાં એસ.ટી.બસો શરૂ કરવામાં આવે તેવું સરપંચો અને લોકો ઈચ્છી રહ્યા છે.

બરવાાળ તાલુકાના ર૪ ગામડાઓમાંથી ૯ ગામો ચાચરિયા, ટીબલા, અંકેવાળિયા, રામપરા, કાપડિયાળી, ઢાઢોદર, રેફડા, શાહપુર અને વાઢેળા આ ગામના લોકોએ આજ સુધી તેમના ગામોમાં અસ.ટી.બસ આવતી જાેઈ નથી. આ ગામડાની વસ્તી એક ગામમાં ૭૦૦૦થી લઈને ૧૦,૦૦૦ જેટલી છે

આટલી મોટી વસ્તી હોવા છતાં આ ગામડાઓમાં દિવસમાં એક પણ બસ આવતી ન હોવાથી લોકોને પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે તો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રોજ પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડે છે

ત્યારે તંત્ર દ્વારા એસ.ટી.બસ ચાલુ કરવામાં આવે તે માટે તંત્રને આ ગામડાના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા હજી સુધી આ ગામડાઓમાં એસ.ટી.બસ શરૂ કરવામાં આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.