વડગામ પંથકની પ્રજા પાણીની વિકટ સમસ્યાથી ચિંતીત બની
છાપી, વડગામ તાલુકાના મતદારો તાલુકામાં ઘેરી બની રહેલી ભૂગર્ભ જળની સમસ્યાને લઈને ચિંતીત બન્યા છે. બનાસકાંઠા જીલ્લાના ધાન્યધાર પ્રદેશ તરીકે ઓળખાતા વડગામ તાલુકામાં છેલ્લા અનેક વર્ષોથી નહિવત વરસાદના કારણે દિવસેને દિવસે ભૂગર્ભ જળની સમસ્યા ઘેરી બની રહી છે. જેના કારણે ખેતી તેમજ પશુપાલન ઉપર નિર્ભર ખેડૂતો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે.
ખેડૂતો સહિત તમામ લોકો મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવદ તળાવમાં નર્મદાના પાણી ઝડપથી પહોંચે અને પાણીની સમસ્યાનો નિકાલ ઝડપથી આવે એ વિશે વિચાર કરી રહ્યા છે. અવિકસિત વડગામ તાલુકાનો વિકાસ થાય એ માટે મતદારોએ રાજકીય મુદ્દાઓથી દૂર રહીને સ્થાનિક મુદ્દે મતદાન કરવાનું મન બનાવ્યુ છે. વડગામના છાપી ખાતે એેન. આર.સી. વિરૂધ્ધ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યુ હતુ.
જેમાં સાંઈઠ જેટલા લઘુમતિ સમાજના યુવાનોને ચાર ચાર મહિના સુધી જેલમાં જવુ પડ્યુ હતુ. દરમ્યાન માં વડગામના ધારાસભ્ય દ્વારા પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા યુવકોની મદદ ન કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાથે સાથે એક પણ વાર જેલમાં મુલાકાત ન કરી મુખ ફેરવી લેતા ભોગ બનેલા પરિવારોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.