Western Times News

Gujarati News

ઓક્ટોપસનુ ગળુ પકડનાર શખ્સ મુશ્કેલીમાં મુકાયો

નવી દિલ્હી, ભગવાને વિશ્વમાં અનેક પ્રકારના જીવો બનાવ્યા છે. તે એક સત્ય છે કે તેમાં સૌથી સમજદાર માણસ નીકળ્યો. આ કારણે માણસ આજ સુધી બાકીની બીજી વસ્તુઓ પર રાજ કરી રહ્યો છે. પરંતુ ઘણી વખત વ્યક્તિ પોતાની માનવતા ભૂલી જાય છે.

તે પોતાની શક્તિનો દુરુપયોગ કરે છે. જેના કારણે તેને પરિણામ ભોગવવા પડે છે. તેમાં મૂંગા પ્રાણીઓને ત્રાસ આપવાનો પણ સમાવેશ થાય છે. આવા ઘણા વીડિયો જાેવા મળે છે, જેમાં માનવીઓ આ મૂંગા પ્રાણીને ટોર્ચર કરતા જાેવા મળે છે.

કેટલાક લોકો માત્ર આનંદ માટે તેમને મારી નાખે છે. હાલમાં જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ થોડી લાઈક્સ માટે ઓક્ટોપસને હેરાન કરી રહ્યો હતો. પરંતુ પછી કંઈક થયું, જેના પછી હવેથી આ વ્યક્તિ કોઈપણ પ્રાણીને પરેશાન કરતા પહેલા સો વખત વિચારશે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો આ વીડિયો દરિયા કિનારે રેકોર્ડ કરવામાં આવ્યો છે. જેમાં બોક્સર પહેરેલો એક વ્યક્તિ દરિયા કિનારે જાેવા મળ્યો હતો. તેના હાથમાં ઓક્ટોપસ હતો. તે વ્યક્તિ આ ઓક્ટોપસનું માથું પકડીને તેને હેરાન કરતો હતો અને તેનો આનંદ લેતો હતો, પણ પછી તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થવા લાગ્યું.

ઓક્ટોપસે ધીમે ધીમે માણસના હાથને જાેરથી દબાવ્યું અને ફેવિકોલ લગાવ્યું હોય તેમ તેની સાથે ચોંટી ગયું. ઓક્ટોપસ માણસની ચામડી પર જાેરથી ચોંટી ગયો હતો. માણસે જેટલો વધુ પ્રયત્ન કર્યો, ઓક્ટોપસે તેની પકડ વધુ મજબૂત કરી દીધી.

બહુ મુશ્કેલીથી માણસે ઓક્ટોપસને એક હાથે ખેંચીને અલગ કર્યો. પરંતુ એવું લાગતું હતું કે ઓક્ટોપસે માણસને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હોય. તેણે તરત જ માણસનો બીજાે હાથ પકડી લીધો. જાે કે, અંતે વ્યક્તિએ ઓક્ટોપસનું માથું વળીને તેને નીચે ફેંકી દીધું. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.