વિરપુરના સરાડીયા વાડીનું પીકઅપ બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના સરાડીયા ( વાડી ) ગામના પીક આપ બસ સ્ટેન્ડ જર્જરિત અને બિસમાર થતાં પીક આપ બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવાની માગ લોકોએ ઉઠાવી છે ઘણા સમયથી પીક અપ સ્ટેન્ડના અનેક ભાગો હાડપિંજરની જેમ લટકેલા દેખાઈ રહ્યાં છે આ પીક આપ સ્ટેન્ડનો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે.
મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં ગામના કે પરગામના મુસાફરો માટેની છત સમાન હોય છે પરંતું કોઈ પણ પ્રકારે પીક અપ બસ સ્ટેન્ડ બિન ઉપયોગી થવા પામ્યું છે જેના બસ સ્ટેન્ડનો આગળનો ભાગ તૂટી પડ્યો છે પીક આપ બસ સ્ટેન્ડની નજીક આંગણવાડી અને શાળા પણ આવેલી છે જાે કોઈ બાળકો બસ સ્ટેન્ડ નજીક હોય અને જર્જરિત ભાગ તૂટે તો અકસ્માત નોતરે તેવું ગામ લોકોનું માનવું છે જ્યારે જર્જરિત હાલતમાં હોવાથી બિનઉપયોગી બની જવા પામ્યું છે પરંતુ બસ સ્ટેન્ડનને રીપેરીંગ માટે ગ્રાન્ટ કે સમય નથી તેમ જર્જરિત હાલત પરથી લાગી રહ્યું છે સત્વરે પીક અપ બસ સ્ટેન્ડની મરામત કરવામાં આવે તેવી સ્થાનીકોની માંગ ઉઠી રહી છે.