૩ જૂનથી ગુજરાતના હાજીઓની યાત્રા શરૂ, ૧૦ જુલાઈથી પરત થશે
અમદાવાદ, હજયાત્રા માટે અમદાવાદ સહિત દેશભરમાંથી દર વર્ષે ૧.૭૫ લાખ લોકો મક્કા મદીના જાય છે. ત્યારે આ વર્ષે ગુજરાતના હાજીઓ માટે અમદાવાદથી ૩ જૂનથી સાઉદી અરેબિયાની એરલાઈન્સ દ્વારા હજયાત્રા શરૂ થશે.
હાલ ગુજરાત હજ કમિટીને મળેલા સંભવિત કાર્યક્રમ મુજબ ૩ જૂનથી ૨૩ જૂન સુધી અમદાવાદ એરપોર્ટથી વિશેષ ફ્લાઈટ દ્વારા હાજીઓ જેદ્દાહ જવા રવાના થશે. જ્યારે આ હજયાત્રા પૂરી થતા ૧૦ જુલાઈથી ૩૦ જુલાઈ સુધી આ તમામ હાજીઓ પરત ફરશે. આ વર્ષે અમદાવાદથી ૧૪૨૨ હાજીઓ સહિત ગુજરાતમાંથી હજયાત્રા માટે ૧૦૧૪૨ હાજીઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. The pilgrimage of the hajis of Gujarat will begin from June 3 and will return from July 10
હજ કમિટીના સેક્શન ઓફિસર સિદ્દીક બલોલિયાએ જણાવ્યું કે, હજ કમિટીમાં નોંધાયેલા હાજીઓ ઉપરાંત એક હજાર જેટલા હાજીઓ ખાનગી ટૂર ઓપરેટરોની મદદથી હજયાત્રા કરવા જશે. તેની સાથે જ હજકમિટીમાં નોંધાયેલા હાજીઓની દેખરેખ અને માર્ગદર્શન આપવા માટે ૨૩ ખાદિમ (સ્વયંસેવક)ની નિમણૂક કરવામાં આવી છે)
અમદાવાદથી હાજીઓને લઈને જનાર તમામ ફ્લાઈટમાં આ સ્વયંસેવકો મોકલવામાં આવશે. હાલમાં તમામ હાજીઓના પાસપોર્ટ લઈ વિઝાની પ્રક્રિયા ચાલી રહી છે. તેની સાથે જ હાજીઓને રસી આપવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.ે