પિત્ઝા ડિલિવરી ગર્લે ધારદાર હથિયારના ૧૪ ઘા ઝીંકી દીધા
ફ્લોરિડા, ગર્ભવતી મહિલાએ ૨ ડોલરની ટીપ ના આપી, પિત્ઝા ડિલિવરી ગર્લે ધારદાર હથિયારના ૧૪ ઘા ઝીંકી દીધા અમેરિકાના ફ્લોરિડાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિત્ઝા ડિલિવરી ગર્લની એક ગર્ભવતી મહિલાની હત્યા કરવાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
કથિત રીતે મહિલાએ ૨ ડૉલરની ટિપ આપવાનો ઈનકાર કરી દીધો હતો, જેનાથી તે ભડકી ગઈ હતી. આરોપીની ઓળખ ૨૨ વર્ષીય બ્રાયના અલ્વેલોના રૂપે થઈ છે. તેણે મહિલા પર ચાકૂથી એક ડઝનથી વધુ વખતા વાર કર્યાે. જોકે, મહિલા આ ઘટનાથી બચી ગઈ હતી.
આ ઘટના ફ્લોરિડાના એક મોટેલમાં થઈ હતી. મહિલા પોતાના પ્રેમી અને ૫ વર્ષની દીકરી સાથે જન્મદિવસ ઉજવી રહી હતી અને તેણે પિત્ઝા ઓર્ડર કર્યાે હતો. મહિલાએ ડિલિવરી વર્કરને ૩૩ ડોલરના પિત્ઝા ઓર્ડર કર્યા બાદ એક નાનકડી ટિપ આપી. ઓસિયાલા કાઉન્ટી શેરિફ અનુસાર, અલ્વેલોને આ વાત સારી ન લાગી. રવિવારે રાત્રે ૧૦ વાગ્યે તે મોઢું ઢાંકી ચાકૂ સાથે મોટેલમાં પાછી આવી.
બંનેએ મહિલા પર હુમલો કર્યાે. મળતી માહિતી મુજબ, અલ્વેલોએ કથિત રીતે ઘટનાસ્થળથી ભાગતા પહેલાં ૧૪ વાર ચાકૂ માર્યાં. હુમલા દરમિયાન પીડિતા પોતાની દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યાે, પરંતુ હુમલાખોરોએ તેમની પીઠ પર પણ વાર કર્યાે. તેણે મદદ માટે લોકોને બોલાવવાનો પ્રયાસ કર્યાે, પરંતુ અલ્વેલોએ તેનો ફોન તોડી દીધો.
હુમલા બાદ પીડિતાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની હાલત સ્થિર છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી તેની ધરપકડ કરી લીધી છે. તેના પર હત્યાનો પ્રયાસ, ઘરમાં ઘુસણખોરી, મારપીટ અને અપહરણના આરોપમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
જોકે, તેનો સાથી પણ ફરાર છે. અલ્વેલોને જામીન આપવાનો ઈનકાર કરી દેવાયો અને હાલ તેને ઓસિયોલા કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે.આ મામલે પિત્ઝા ચેઇનના માલિકને દુઃખ વ્યક્ત કરતા માફી માંગી છે. કંપનીએ લોકોને અશ્વાન આપ્યું કે, તે તપાસ શરૂ છે ત્યાં સુધી અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, ‘ગ્રાહકો અને ટીમના સભ્યોની સુરક્ષા અને ભલાઈ હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે.’SS1MS