ISISના આતંકીઓનો પ્લાન કેમિકલ એટેક કરવાનો હતોઃ ATSએ કર્યો ષડયંત્રનો પર્દાફાશ
(એજન્સી)નવી દિલ્હી, ફરી એકવાર સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા છે આતંકીઓ. આતંકીઓને બદઈરાદાઓને નાકામ કર્યા છે યુપી એટીએસ એટલેકે, એન્ટી ટેરેરિસ્ટ સ્કોડની ટીમે. ATSએ અલીગઢમાંથી isisના બે આતંકીઓની ધરપકડ કરી છે. હવે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ બંનેની પૂછપરછ કરશે.
ઉલ્લેખનીય છેકે, ધરપકડ કરાયેલા બંને આરોપીઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સંગઠનના વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તાજેતરમાં જામિયા મિલિયા ઈસ્લામિયાના પીએચડી વિદ્યાર્થી અરશદ વારસી અને પૂણે કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (nia)ના વોન્ટેડ આતંકવાદી શાહનવાઝની દિલ્હીથી ધરપકડ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે દ્ગૈંછ અને દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા બે આતંકીઓ પાસેથી અલીગઢના રહેવાસી અબ્દુલ્લા અર્સલાન અને માઝ બિન તારિક વિશે માહિતી મળી હતી. જે બાદ યુપી એટીએસે અલીગઢમાં દરોડા પાડીને બંનેની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ isis નું એક અખિલ ભારતીય મોડ્યુલ છે જેમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પુણેના મોટાભાગે શિક્ષિત વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ખતરનાક આરોપીઓ શાહનવાઝ અને રિઝવાન સાથે રાસાયણિક હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેમને દ્ગૈંછ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ધરપકડ કરાયેલ અબ્દુલ્લા અર્સલાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં મ્.્ીષ્ઠર કર્યું છે. isis ના કેટલાક હેન્ડલરોએ પુણે મોડ્યુલ સાથે અબ્દુલ્લા અરસલાન અને માઝ બિન તારિકનો સંપર્ક કર્યો હતો.
યુપી એટીએસ ઉપરાંત દિલ્હી પોલીસ, મહારાષ્ટ્ર એટીએસ અને રાજસ્થાન પોલીસ પણ અલીગઢમાંથી પકડાયેલા બે શકમંદો અબ્દુલ અરસલાન અને માઝ બિન તારિકની પૂછપરછ કરશે. ેંઁ છ્જીનું માનવું છે કે તેમની પૂછપરછ દરમિયાન ભારતમાં સક્રિય ૈંજીૈંજી સાથે જાેડાયેલા અન્ય સભ્યો વિશે પણ માહિતી મળી શકે છે.