સરદારનગરમાં પોલીસના રેઈડના પ્લાન પર પાણી ફરી ગયું
એલસીબી રેડ કરવા પહોંચી ને બે મહિલા જુગારી પોણા ચાર લાખ રૂપિયા લઈને ભાગી-બાતમીના આધારે પોલીસ રેડ કરવા પહોંચી
અમદાવાદ, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જ્યારે જુગાર રમવાના શોખીન પોલીસના ડર વગર કોઈ પણ જગ્યાએ જુગાર રમવા માટે બેસી જાય છે. શ્રાવણ મહિનામાં પોલીસનું મહત્ત્વનું જે ટાસ્ક છે તે પણ જુગારીઓને પકડવાનું છે, જેના કારણે તે પણ પોતાના બાતમીદારોને એક્ટિવ કરી દેતા હોય છે.
પોલીસ કર્મચારીઓ રેડ કરવા માટે ઘણા ેખલીઓને સામેથી રૂપિયા આપીને જુગાધામમાં મોકલતા હોય છે. ત્યારબાદ રેડ કરતા હોય છે. ગઈકાલે સરદારનગર વિસ્તારમાં ઝોન-૪ની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ કરી હતી. જાે કે પોલીસ પહોંચી ત્યાં સુધીમાં બે મહિલાઓ પોણા ચાર લાખ રૂપિયા લઈને નાસી છૂટી હતી.
શ્રાવણિયો જુગાર રમવાનો ક્રેઝ હાલ ઠેર-ઠેર વધી ગયો છે. જેને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. ગઈકાલે સરદારનગર વિસ્તારના એક મકાનમાં જુગાર રમવા માટે કેટલીક મહિલાઓ સહિત લોકો બેઠા હતા. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને પાકી બાતમી હતી કે જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે.
એસસીબીની ટીમ ્જયારે અડ્ડા નજીક પહોંચી ત્યારે જુગારીઓને ખબર પડી ગઈ હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આવી સ્થિતિમાં જુગાર રમવા બેઠેલી બે મહિલા પોણા ચાર લાખ રૂપિયા જેટલી રકમ લઈને નાસી છૂટી હતી. પોલીસ જ્યારે અડ્ડા પર પહોંચી ત્યારે કોઈ રોકડી નહીં મળતા અંતે તેમણે કેસ કરવાનું ડાળ્યું હતું.
એલસીબી પાસે પાકી બાતમી હતી, પરંતુ તે સરકારી વાહન લઈને જતા વોચ કરનાર શખ્સોએ જુગાર રમવાની માટે બેઠેલા લોકોને એલર્ટ થઈ જતાની સાથે જ જુગ રીઓ બીજા રસ્તેથી નાસી ગયા હતા. પોલીસની કામગીરીમાં ક્યાંક ચૂક થઈ ગઈ જેના કારણે બે મહિલાઓ ફાવી ગઈ હતી. સરદારનગરમાં ગઈ કાલે લાખો રૂપિયાની હાર-જીત થતી હતી, જ્યાં પોલીસ ત્રાટકી હતી, જાે કે સદનસીબે કોઈ રૂપિયા નહીં મળતા કેસ દાખલ કર્યો નહીં.
સ્થાનિક પોલીસ, એલસીબી ક્રાઈમ બ્રાંચ, પીસીબી, એમએમસી સહિતની એજન્સીઓ શ્રાવણિયો જુગાર પકડવા માટે એક્ટિવ છે ત્યારે પોલીસે વિવિધ વિસ્તારમાંથી જુગારીઓને ઝડપી પાડ્યા છે. વાસણા પોલીસે સાત જુગારીઓને ઝડપી ૧૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે,
જ્યારે શાહીબાગ પોલીસે પાંચ જુગારીઓને ઝડપી ૬૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાડજ પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી ચાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે તો બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરાઈવાડીમાં રેડ કરીને ૧ર જુગારીઓને ૧.પ૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.