Western Times News

Gujarati News

વર્ષ સુધી નકલી IPL ચલાવવાનો પ્લાન હતો

અમદાવાદ, ક્રિકેટ જગતના ઇતિહાસમાં ક્યાંય ત્રણ મહિનાથી લાંબી ટુર્નામેન્ટ રમાઈ નથી, પરંતુ મહેસાણાના વડનગરના મોલીપુરમાં ઉભા કરાયેલા નકલી IPLના માહોલને એક વર્ષ સુધી ચલાવવાનો પ્લાન ભેજાબાજાેએ બનાવ્યો હોવાનો ખુલાસો થયો છે.

એટલે કે ખેતરમાં મેચ રમાડીને IPL જેવો માહોલ ઉભો કરાયો હતો તે મેચનો મહેસાણા પોલીસે ભાંડો ના ફોડ્યો હોત તો તેને એક વર્ષ સુધી ચલાવવાનો પ્લાન બનાવાયો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે નકલીIPL રમાડવા માટે મોલીપુર ગામમાં ખેતર ૧ વર્ષના ૭૦,૦૦૦ રૂપિયાના ભાડા પેટે લેવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ પુષ્ટી કરી છે કે મોલીપુર ગામમાં રમાડાતી નકલી IPLનો ભાંડો ૭ જુલાઈએ ફૂટ્યો હતો.

આ ષડ્યંત્રના “મુખ્ય રચઈતા” શોએબ દાવડાએ આ ટુર્નામેન્ટ ૧ વર્ષ સુધી ચાલે તેવું આયોજન કર્યું હતું. જેમાં મેચને રશિયામાં બતાવીને તેના પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો.

મોલીપુર ગામના વ્યક્તિએ જણાવ્યું કે, શોએબ દાવડા રશિયાથી નકલી ક્રિકેટ લીગ રમાડવાના પ્લાન સાથે પરત ફર્યો હતો. તેણે સૌથી પહેલા આ ગામના ગુલામ માસી પાસેથી ખેતર ભાડે રાખ્યું. તેણે ગુલામ માસી પાસે એક દસ્તાવેજ પર સહી કરાવીને એક વર્ષ માટે ખેતર ભાડે રાખવા માટે તેમને ૭૦,૦૦૦ રૂપિયા ચુકવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે શોએબ એક દુકાનમાં કામ કરતો હતો કે જ્યાં ઈલેક્ટ્રીક સામાનનું રિપેરિંગ કામ અને વેચાણ કરવામાં આવતું હતું. મોલીપુર ગામના સૂત્રએ જણાવ્યું કે, તેણે (શોએબ દાવડા) વર્ષ ૨૦૨૦માં ૧૭ ભેંસોને રાખવા માટે વાડો બનાવવા માટે લોન લીધી હતી, જેને તેણે ડેરી ઉદ્યોગમાં આગળ વધવા માટે ખરીદી હતી. જાેકે, તેનું આયોજન નિષ્ફળ રહ્યું હતું.

અહીંથી પછી તે મેરઠ ચાલ્યો ગયો હતો અને દિલ્હી જઈને નકલી ક્રિકેટ લીગ સાથે સંકળાયેલા અને લોકો સાથે મુલાકાત થઈ હતી, કે જેઓ વિદેશથી સટ્ટો ચલાવતા હતા.” આ પછી તે મોસ્કોમાં એફિમોવ અને તેના સાથીઓ પાકિસ્તાનના આસિફ મોહમ્મદ અને અશોક ચૌધરીને મળ્યો હતો. જે પછી શોએબે તેમની સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું અને તેણે વડનગરના મોલીપુરમાં નકલી ક્રિકટે લીગનું આયોજન કરવાનું નક્કી કર્યું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યારે તે રશિયાના મોસ્કોથી મોલીપુર આવ્યો ત્યારે ગુલામ માસી સાથે ભાડે ખેતર લેવાની ડીલ માટે સંપર્ક કર્યો તો તે ઈનકાર કરી શક્યા નહીં.

કારણ કે તેઓ વરસાદ પર આધારિત ખેતી કરતા હતા જેમાં તેમને ૫૦,૦૦૦થી વધુની આવક નહોતી થતી, આવામાં શોએબે જ્યારે તેમનું ખેતર ભાડે રાખીને ૭૦,૦૦૦ રૂપિયા આપવાની વાત કરી તો તેમણે તે ઓફર સ્વીકારી લીધી હતી.

મહેસાણા પોલીસના અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપી જેટલું લાંબુ ચાલી શકે તેટલું લાબું નકલી ક્રિકેટ લીગનું આયોજન કરવા માગતો હતો. અધિકારીએ જણાવ્યું કે, “રશિયાના લોકોને ક્રિકેટ લીગ અંગે બહુ જાણકારી નહોતી, આરોપી અહીં વર્ષ સુધી મેચ રમાય તેવું ઈચ્છતો હતો.” અહીં નકલી IPL જૂન મહિનામાં રમાડવાનું શરુ કરવામાં આવ્યું હતું, જે અસલી IPL ૨૯મી મેએ પૂર્ણ થયાના ત્રણ અઠવાડિયા પછી શરુ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.