૨૧ વર્ષથી ફરાર આરોપીને પકડવા પોલીસે ફિલ્મી દ્રશ્યો ભજવ્યા
સુરત, સુરત પોલીસે એક હિસ્ટ્રીશીટર ગુનેગારને ફિલ્મી ઢબે ઝડપી પડ્યો છે. પોલીસ વેશ પલટો કરી ગુનેગારોને દબોચી લેતી હોવાના આપણે અનેક ફિલ્મી દ્રશ્યો જાેયા છે પણ સુરત પોલીસે આ રીલ લાઈફ ફિલ્મી કહાની રિયલ લાઈફમાં ભજવી હતી.
સુરત પોલીસે એક હિસ્ટ્રીશીટર ગુનેગારને ફિલ્મી ઢબે ઝડપી પડ્યો છે. પોલીસ વેશ પલટો કરી ગુનેગારોને દબોચી લેતી હોવાના આપણે અનેક ફિલ્મી દ્રશ્યો જાેયા છે પણ સુરત પોલીસે આ રીલ લાઈફ ફિલ્મી કહાની રિયલ લાઈફમાં ભજવી હતી. સુરત શહેર પોલીસે બે દાયકાથી પોલીસ ચોપડે વોન્ટેડ મોહમદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંન્સારીને ઝડપી પડ્યો છે. આ શખ્શ ઘાતકી હત્યા સહિતના ગુનાઓને અંજામ આપી ચુક્યો હતો.
સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન ધાડ લૂંટ બળાત્કાર મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં સડોવાયેલા હોય અને ગુનો આચરીને છેલ્લા લાંબા સમયથી ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવાની એક ઝુંબેશ સુરત પોલીસે શરૂ કરી છે.
આ ભીયાં અંતર્ગત સુરતના ઉધના વિસ્તારમાં ૨૧ વર્ષ પહેલા ઉધના વિસ્તારમાં હત્યા કરી ફરાર ગુનેગારની શોધખોળ શરૂ કરાઈ હતી. સુરત પીસીબીના કોસ્ટેબલ અશોક લૂનીને આરોપીની માહિતી મળતા પોલીસકર્મીએ વેશ પલટો કરી સાત દિવસ ટેમ્પો ચલાવી આરોપીની નક્કર વિગત મેળવી તેને ઝારખંડથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SS3SS