છ વર્ષ પહેલાં અપહરણ કરાયેલા બાળકને પોલીસે શોધી કાઢ્યું
સુરત, સુરત શહેર પોલીસે છ વર્ષ પહેલાં કરજણમાં અપહરણ કરાયેલા નવજાત બાળકને શોધી કાઢ્યું છે. ૨૦૧૭માં સુરત નજીકના કથોર ગામમાં એક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાંથી જન્મ પછી તરત જ કથિત રીતે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી છે.
સ્થાનિક કોર્ટે બાળકના તેના જૈવિક માતા સાથે ડ્ઢદ્ગછ કરાવવા માટે આદેશ પણ પણ આપ્યો હતો, એવું પોલીસે જણાવ્યું હતું. આનંદ (નામ બદલ્યું છે) તેના પિતા કમલેશ કે જે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન છે અને માતા નયના સાથે કરણજણમાં રહેતો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આનંદનો જન્મ ૪ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ કથોર સીએચસીમાં મુંબઈના રહેવાસી સુફિયા મન્સુરી કોખે જન્મ્યો હતો. જન્મના છ કલાક પછી સવારે લગભગ ૧ વાગે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, અપહરણ કરનાર શખસે એવું કહ્યું હતું કે, બાળકને રસીકરણ માટે લઈ જવામાં આવે છે.
એ પછી શખસ બાળક લઈને પરત ફર્યો નહોતો. દંપતીને બે દીકરીઓ બાદ પુત્રનો જન્મ થતા મન્સુરી પરિવારમાં ખુશી હતી. પરંતુ આ ખુશી લાંબો સમય રહી નહીં. બાદમાં પરિવારે ૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ભાટોલે જણાવ્યું કે, અમને એક બાતમીદાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે અપહરણ કરાયેલુ બાળક કામરેજમાં ઓડ પરિવાર સાથે રહે છે. અમે ઓડની અટકાયત કરી અને પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો.
બાળકને સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યું હતું જ્યારે ઓડ અને નયનાની ધરપકડ કરવામાં આવી હતી. જૈવિક માતાપિતા બાળકની કસ્ટડી ઇચ્છે છે, જેથી કોર્ટે ડીએનએ પ્રોફાઇલિંગનો આદેશ આપ્યો હતો. બાળક હાલમાં જેની સાથે રહે છે તે પરિવારને છોડવા તૈયાર નથી.
ઓડ દંપતીની પૂછપરછમાં જાણવા મળ્યું કે જ્યારે દંપતીએ બાળક માટે પ્રયત્ન કર્યો ત્યારે નયનાને કસુવાવડ થઈ હતી. છોકરાનું અપહરણ થયાના થોડા મહિનાઓ પહેલાં, નયનાને કસુવાવડ થઈ હતી.
પરંતુ દંપતીએ આ વાત કોઈને જાહેર કરી ન હતી અને દાવો કર્યો હતો કે બાળક તેમનું પોતાનું હતું, એવું પોલીસે જણાવ્યું હતું. ઓડ ૨૦૧૭માં સુરત નજીક કીમમાં ૧૦૮ ઈમરજન્સી સર્વિસમાં ઈસ્ તરીકે કામ કરતો હતો. તેણે નવજાત શિશુઓ માટે આરોગ્ય કેન્દ્રોમાં પૂછપરછ કરી અને છોકરાનું અપહરણ કર્યું. બાદમાં તે થોડા મહિના અમદાવાદ રહેવા ગયો હતો અને પછી કરજણ આવ્યો હતો.
મન્સુરીના પતિ મોહમ્મદ અલી મુંબઈની એક હોટલમાં કામ કરે છે. મન્સુરીના પિતા કથોરમાં રહે છે અને તે સમયે તે તેના માતાપિતાના ઘરે ડિલિવરી માટે આવી હતી. ઓડ અને નયના ઉપરાંત પોલીસે બાળકના અપહરણમાં મદદ કરનારા જીગ્નેશ રાઠવાની પણ ધરપકડ કરી હતી.SS1MS