Western Times News

Gujarati News

૯ મહિના પહેલાં ગુમ થયેલા વ્યક્તિની હવે પોલીસે અપહરણની ફરિયાદ નોંધી

પ્રતિકાત્મક

અમદાવાદ, વટવા વિસ્તારમાંથી ગત સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ગુમ થયેલા હિટાચી મશીન ઓપરેટરના ભાણીયાએ નોંધાવેલી જાણવાજોગ ફરિયાદની નવ મહિના સુધી ચાલેલી તપાસને અંતે વટવા પોલીસે હવે આ મામલે અજાણ્યા વ્યકિત સામે અપહરણની ફરિયાદ નોંધી છે.

વટવાના પીએસઆઈ કે ડી પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર વટવામાં શાસ્ત્રીનગરમાં રહેતા પ્રદિપ ચંદ્રિકાપ્રસાદ વર્માએ તેના મામા શિવસાગર રાજપાલ શર્મા( ઉ.૨૮ રહે શાસ્ત્રીનગર વટવા મુળ રહે દેવપુર ગામ, જિ.રાયબરેલી. ઉત્તરપ્રદેશ) ના ગુમ થવા અંગે પોલીસને જાણ કરતા પોલીસે સપ્ટેમ્બર, ૨૦૨૩માં જાણવાજોગ અરજી લઈને ગુમ થનારની શોધખોળ આદરી હતી.

જો કે કયાંય તેનો પત્તો લાગ્યો નહતો. દરમિયાન, પોલીસે શિવસાગરના મોબાઇલ કોલ ડિટેઇલ્સ કઢાવતાં લોકેશનના આધારે તપાસ કરતાં માલુમ પડ્યું કે, બનાવની દિવસે હીટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતાં શિવસાગર તેના ઓળખીતા છ લોકો સાથે મચ્છી ખાવા માટે ગયો હતો. ત્યાર પછી ગુમ થઇ ગયો હતો. આથી પોલીસે એ તમામ છ લોકોને શોધી પુછપરછ કરતાં વિરોધાભાસી નિવેદનો જણાયા હતા.

પોલીસને જાણવા મળ્યું કે મચ્છી જ્યારે ભેગા થયા ત્યારે બાજુની રૂમમાં એક યુવકને અન્ય કોઇ સાથે પૈસાના મુદ્દે તકરાર થઇ હતી. આથી શિવસાગરે યુવકનો પક્ષ લઇ પૈસા માગતા શખ્સ સાથે બોલાચાલી કરી હતી. આ પછી શિવસાગર ગુમ થઇ ગયો હતો. છ પૈકીના અન્ય એકનુ નિવેદન એવું હતું કે, જમવામાં મચ્છી ખુટી પડતાં ચીકન લેવા બે વ્યક્તિઓ બાઇક ઉપર ગયા હતા એની સાથે શિવસાગર પણ હતો.

આ પછી શિવસાગર પરત આવ્યો ન હતો. આમ, પોલીસે લીધેલા નિવેદનોમાં વિરોધાભાસ જણાતા નવ મહિનાની તપાસના અંતે સત્તાવાર રીતે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.