Western Times News

Gujarati News

પોલીસે શ્રવણ બની વૃધ્ધાશ્રમના 23 બા-દાદાને ડાકોર ધામની જાત્રા કરાવી

વસો પોલીસ સ્ટેશનનો નવો અભિગમ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સમાજમાં તરછોડેલા, અશક્ત, નિઃસહાય વૃધ્ધો માટે હવે જિલ્લા પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. વસો પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સાથે કોન્સ્ટેબલોએ શ્રવણ બની વૃધ્ધાશ્રમના ૨૩ બા-દાદાને ડાકોર ધામની જાત્રા કરાવી છે. ઠાકોરજીના દર્શન કરાવી હેતથી ભોજન આપી પરત લાવવામાં આવ્યા છે.

વૃદ્ધાશ્રમના આંગણેથી મીની લકઝરી બસ દ્વારા રાજાધિરાજના દરબારમાં ઠાકોરજીના દર્શને લઈ જવાયા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને નડિયાદ ડીવીઝનના ડીવાયએસપી વી.આર.બાજપાઈના માર્ગદર્શન મુજબ વસો પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એન. આજરા અને તેમના સ્ટાફ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

જેમાં આ પોલીસ મથકના પોલીસ અધિકારી સાથે પોલીસ કર્મીઓએ શ્રવણ બની પીજ ગામે આવેલ જલારામ વૃધ્ધાશ્રમના ૨૩ વૃદ્ધ બા-દાદાને ડાકોર ધામની જાત્રા કરાવી છે. પોલીસે તમામ વડીલોનો હાથ પકડી બસમાં બેસાડ્‌યા વૃદ્ધાશ્રમના આંગણેથી મીની લકઝરી બસ દ્વારા રાજાધિરાજના દરબારમાં ઠાકોરજીના દર્શન કરાવ્યા છે.

એટલું જ નહીં પરંતુ આ તમામ વડીલ વૃદ્ધોને હેતથી ભોજન પીરસ્યું હતું. આ તમામ કામગીરી પીએસઆઈ એચ.એન. આજરા, હે. કો. કનુભાઈ, સંજયભાઈ, દિવ્યાબેન, સોનલબેન, જલ્પાબેન સહિત સમગ્ર પોલીસ સ્ટેશનના સ્ટાફે કરી હતી. પોલીસે તમામ વડીલોનો હાથ પકડી બસમાં બેસાડી મંદિરમાં દર્શન કરાવ્યા હતા ડાકોરના ઠાકોરના દર્શન કરી દંડી આશ્રમ ખાતે મહંત વિજયદાસજીના આર્શીવાદ મેળવ્યા હતા. અને ત્યાં જ ભોજન મેળવ્યું હતું.

પોલીસ એ સમાજનો એક ભાગ છે, અને સમાજમાં બનતા ગુનાઓ અટકે અને સારા વિચારોનું આદાન પ્રદાન થાય વસો પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એન. આજરા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, પોલીસ એ સમાજનો એક ભાગ છે, અને સમાજમાં બનતા ગુનાઓ અટકે અને સારા વિચારોનું આદાન પ્રદાન થાય તે હેતુસર આ એક કામગીરી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.