પોલીસે કબ્જે કરેલો ચાર કરોડનો મુદ્દામાલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો
રાજકોટ, શહેર પોલીસના કબજામાં રહેલા ૪ કરોડથી રૂપિયાના વાહન સહિતના માલસામાનની ચોરી કરવાનો પ્રયાસ મંગળવારના રોજ સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હોવાનું સામે આવ્યો છે.
સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે મુકેશ સબાડ (ઉવ.૩૦) દ્વારા ચોરીનો પ્રયાસ કરનાર સલમાન પઠાણ (ઉવ.૨૩), રામનારાયણ પાસ્વાન (ઉવ.૫૦) અને સલીમખાન પઠાણ (ઉવ.૧૮)ની પકડ કરવામાં આવી છે. જ્યારે કે જુબેર સમા નામના વ્યક્તિની શોધખોળ શરૂ છે. તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૭૯, ૫૧૧, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા માલિયાસણ ગામ ચોકડી પાસે આવેલા ભંગારના ડેલામાં રાખવામાં આવેલો મુદ્દામાલ પૈકી ટ્રકની ટ્રોલીનો ભાગ ગેસ કટર વડે કાપી ચોરી કરવાના હતા.
જાેકે, આ પૂર્વે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા ત્રણ ઈસમો ઝડપાયા છે. જ્યારે કે તેમની પૂછપરછમાં તેઓને આ પ્રકારનું કામ કરવા માટે જુબેર સમા નામના વ્યક્તિએ કહ્યું હોવાનું જણાવ્યું હતું. જુબેર સમયે આરોપીઓને કહ્યું હતું કે, તમે ગેસ કટર વડે માલસામાન કાપી રાખો બાદમાં હું આવીને ભરી જઈશ.
જ્યારે પોલીસ દ્વારા ઓક્સિજન ગેસના પાંચ બાટલા, લાલ કલરના ગેસના સિલિન્ડર તેમજ ગેસના કટર પાઇપલાઇન, ચાવી પાના સહિતની વસ્તુઓ કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૨૦૨૩ ના જૂન મહિનામાં ગુનાના કામે શંકાસ્પદ વાહનો જેમાં ટ્રકની ટ્રોલીઓ, ડમ્પરના ઠાઠા તેમજ એન્જિન વગેરે સહિત કુલ ચાર કરોડથી વધુનો મુદ્દા માલ સીઆરપીસી ૧૦૨ મુજબ કબજે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોન પર લીધેલા માલવાહક વાહનોને સ્ક્રેપ તરીકે વહેંચી નાખવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત ચાર કરોડથી વધુનો મુદ્દા માલ રાજકોટ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.SS1MS