પોલીસેે વિદેશી દારૂનો જથ્થો ઝડપીને બુટલેગરને વેચી દીધો
એક પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ જીઆરડી જવાન સામે ગુનો નોંધી અટકાયત કરાઈ
વેરાવળ, ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જીલલાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને ૩ જીઆરડી જવાનોને હાઈ-વે પર વાહનચેકીગ દરમ્યાન ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો બુટલેગરને વેચીને રોકડી કરી લીધી હતી.
આ અંગે તમામ સામે ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી છે. જેમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલને કોર્ટે એક દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.ર૮-૬-ર૦ર૩ના રોજ કોડીનાર રોડ પર પ્રાંચી નજીક રાત્રીના વાહન ચેકીગ દરમ્યાન સુત્રાપાડા પોલીસ સ્ટાફને એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસ કાર્યવાહી કરવાના બદલે ચાર બાચકા જેટલો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કાર માલીકને જવા દીધો હતો.
બાદમાં આ વિદેશી દારૂના જથ્થા પૈકીનો અમુક જથ્થો પ્રાંચીના જ સ્થાનીક બુટલેગરોએ વેચીને રોકડી કરી લીધી હતી. આ જાેકે પાપ છાપરે ચડીને પોકારે તેમ આ સમગ્ર ઘટનાીન વિગતો એક આગેવાન દ્વારા જીલલા પોલીસવડાના ધ્યાને મુકતા તપાસ હાથ ધરી જવાબદારી સામો કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
આ ઘટનાના એક સપ્તાહ બાદ તા.૩ જુલાઈના રોજ સુત્રાપાડા પોલીસે નાટકીય રીતે પ્રાંચી જીલ્લા પંચાયત ગેસ્ટહાઉસની પાછળન ભાગગે છુપાયેલા દારૂના જથ્થાની હેરફેર કરતા રંગગેહાથ જીઆરડી જવાનો દીનેશ વાસાભાઈ સોલંકી અને વિજય હમીરભાઈ કામળીયાને પકડી તેમની વિરૂધ્ધ ગુનો નોધ્યો હતો.
બાદમાં આ બંને જીઆરડી જવાનોની પુછપરછમાં સુત્રા પાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવસી ઉગાભાઈ બારડ અને અઅન્ય વધુ એક જીઆરડી જવાનની પણ સંડોવણી સામે આવી હતી. આ ચારેયની ટોળકીએ કારમાંથી મળેલા ચાર પૈકી ત્રણ બાચકા વિદેશી દારૂનો જથ્થો પ્રાંચીના સ્થાનીક હેમલ નામના બુટલેગરને વેચીમાર્યાનું સામે આવ્યું હતું.
જેને લઈ પોલીસે બુટલેગરની ધરપકડ કરી પુછપરછ કરતાં પોલીસ કોન્સ્ટેબલ ભાવસી ઉગાભાઈ બારડની ભુંડી ભુમીકા સામે આવતા તેની પણ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે સુત્રાપાડા પોલીસ એક દિવસના રીમાન્ડમાં ભ્રષ્ટ પોલીસ કર્મચારી પાસેથી શું હકીકત બહાર લાવે છે તે જાેવું રસપ્રદ રહેશે.