લગ્નની કંકોત્રી છાપનારને ત્યાં અચાનક પોલીસ પહોંચી અને ભાંડો ફૂટયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/screen-printing-1024x576.jpg)
જામીન લંબાવવા લૂંટના આરોપીએ નકલી કંકોત્રી રજૂ કરી
(એજન્સી)અમદાવાદ, ગાંધીધામની ગળપાદર જેલમાં સજા કાપી રહેલા લૂંટ અને ધાડના ગુનાના આરોપીએ લગ્ન હોવાનું કહીને સાત દિવસના વચગાળાળના જામીન મેળવ્યા હતા.જે બાદ વધુ ચાર દિવસ જામીન મેળવાવ માટે તેણે હાઈકોર્ટમાં લગ્નની ખોટી કંકોત્રી રજુ કરી હતી.
સ્થાનીક પોલીસે ખરાઈ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટના એડીશનલ રજીસ્ટ્રાર ડી.ડી. નાયકે સોલા હાઈકોર્ટ પોલીસસ્ટેશનમાં નોધાવેલી ફરીયાદની વિગતો એવી છે કે કચ્છનાત્રાભુ ખાત્રાલવંધમાં રહેતા અરવીંદ કોળી વિરૂધ્ધ આર્મસ એકટ લુંટ અને ધાડનો ગુનો નોધાતા તેની ધરપકડ કરાઈ હતી. જે બાદ તેને ગાંધીધામની ગળપાદર જેલમાં રાખવામાં આવ્યો હતો. ઘરે લગ્ન પ્રસંગ હોવાથી તેણે સાત દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા.
જો કે વચગાળાના જામીનની મુદત ર૪ જાન્યુઆરી સુધી વધારવા માટે તેણે લગ્નની કંકોત્રી હાઈકોર્ટમાં રજુ કરી હતી. જે અંગે હાઈકોર્ટ દ્વારા રાપર પોલીસને તપાસ કરવાનું કહેવામાં આવ્યુંહતું. તપાસ દરમ્યાન લગ્નનો પ્રસંગ પુર્ણ થઈ ગયો હતોઅને ત્યારબાદ કોઈ પ્રસંગ ન હોવા છતાંય આરોપીએ ખોટી કંકોત્રી છપાવી હોવાનો ખુલાસો થયો હત.
કંકોત્રી છાપનારે પણ જણાવ્યું હતુંકે, તેણે ર૦ જાન્યુઆરીની તારીખથી જ કંકોત્રી છાપી હતી. ર૪ જાન્યુઆરીના તારીખ દર્શાવેલી કંકોત્રી તારીખમાં ચેડાં કરેલી છે. આરોપીએ વચગાળાના જામીન લંબાવવા માટે કોર્ટમાં ખોટી કંકોત્રી રજુ કરતા સોલા પોલીસે ગુનો નોંધી અરવીંદ કોળી સામે કાર્યવાહી હાથ ધરી છે.