Western Times News

Gujarati News

દક્ષિણ કોરિયામાં રાજકીય સંકટ વધુ ગંભીર બન્યું

સિઓલ, દક્ષિણ કોરિયામાં ફરી રાજકીય સંકટ સર્જાયું છે. અહીં ૧૪ દિવસમાં ત્રણ પ્રમુખ બદલાયા છે. સંસદમાં વડાપ્રધાન અને કાર્યકારી પ્રમુખ હાન ડુક-સૂ પર મહાભિયોગ ચલાવામાં આવ્યો હતો અને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

તેમને હટાવવા માટે ૧૫૧ વોટની જરૂર હતી તેને બદલે મહાભિયોગમા તરફેણમાં ૧૯૨ વોટ પડ્યા હતા. મહાભિયોગને લઈને સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો, સાંસદોએ એકબીજાના કોલર સુદ્ધાં પકડી લીધા હતા.કાર્યકારી પ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સામે એક પણ મત પડ્યો ન હતો કારણ કે શાસક પક્ષે મતદાનનો બહિષ્કાર કર્યાે હતો.

હવે નાણામંત્રી ચોઈ સાંગ-મોક કાર્યકારી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. ચોઈ સોંગે ૩ ડિસેમ્બરે માર્શલ લા લાગુ કરવાનો ખુલ્લેઆમ વિરોધ કર્યાે હતો. તેમણે તેને દેશની અર્થવ્યવસ્થા માટે વિનાશક ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુન સુક યેઓલે ૩ ડિસેમ્બરના રોજ દેશમાં કટોકટી (માર્શલ લો) લાદી હતી.

જો કે, વિપક્ષના પ્રયાસોને કારણે તે માત્ર ૬ કલાક માટે જ અમલમાં રહ્યો હતો. વિપક્ષી પાર્ટીએ સંસદમાં વોટિંગ દ્વારા માર્શલ લો પ્રસ્તાવને ગેરકાયદેસર ગણાવ્યો હતો.આ પછી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને મહાભિયોગ કરીને હટાવવામાં આવ્યા હતા.

આ પછી, ૧૪ ડિસેમ્બરે હાન ડક-સૂને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા, પરંતુ તેઓ આ પદ પર માત્ર ૧૩ દિવસ જ રહી શક્યા હતા.દક્ષિણ કોરિયાની સંસદમાં વોટિંગ દરમિયાન ઘણો હંગામો થયો હતો. વાસ્તવમાં, સ્પીકરે કહ્યું હતું કે કાર્યકારી રાષ્ટ્રપતિને હટાવવા માટે ૫૦% સાંસદોના વોટ હોવા જરૂરી છે. આવી સ્થિતિમાં માત્ર ૧૫૧ સાંસદોના વોટિંગ દ્વારા કાર્યકારી રાષ્ટ્રપતિને હટાવી શકાય છે.

સંસદમાં વિપક્ષ પાસે ૧૯૨ બેઠકો છે. આવી સ્થિતિમાં કાર્યકારી રાષ્ટ્રપતિને હટાવવાનું સરળ બની ગયું હતું. માત્ર ૧૦૮ બેઠકો ધરાવતા શાસક પક્ષે તેનો વિરોધ કર્યાે હતો. અગાઉ રાષ્ટ્રપતિ યુનને હટાવવા માટે ૨૦૦ સીટોની જરૂર હતી. સફળ મહાભિયોગ પછી કાર્યકારી પ્રમુખ હાને કહ્યું હતું કે તેઓ સંસદના નિર્ણયનું સન્માન કરે છે. પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.