Western Times News

Gujarati News

લંડનના પોશ વિસ્તારોમાં લૂંટફાટ કે ચોરીની ઘટનાઓ વધી છે

નવી દિલ્હી, લંડનની છાપ એક આધુનિક કોસ્મોપોલિટન શહેરની છે, પરંતુ અહીં એવી ઘટનાઓ બનતી રહે છે જેના કારણે લોકોની સેફ્ટી અંગે સવાલ પેદા થાય છે. લંડનમાં કિંમતી વસ્તુઓનો દેખાડો કરવો જોખમી છે કારણ કે લૂંટની ઘટનાઓ વધી ગઈ છે.

આ કારણથી લંડનમાં ધનાઢ્ય ભારતીયોને સૂચના આપવામાં આવી છે કે તમે મોંઘીદાટ રોલેક્સની વોચ પહેરતા હોવ તો તેનો દેખાડો ન કરો. કારણ કે એકલદોકલ વ્યક્તિને ગમે ત્યાં ઘેરીને લૂંટી લેવાના કિસ્સા વધ્યા છે. ઇર્ઙ્મીટ વોચ પહેરનાર વ્યક્તિ દેખીતી રીતે જ ધનિક હોય છે, તેથી તેમની સાથે પણ લૂંટની ઘટનાઓ બની શકે છે.

તાજેતરમાં લંડનની મુલાકાતે આવેલા બિઝનેસમેન અને ફિક્કીની એક્ઝક્યુટિવ કમિટીના મેમ્બર દેવિન નારંગે જણાવ્યું છે કે લંડનના કેન્દ્રસમા વિસ્તારમાં લોકોની સાથે લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. ચોરી અને લૂંટફાટના કિસ્સા એટલા બધા બન્યા છે કે રોલેક્સ અને બીજી લક્ઝરી વોચિસ માટે ડિમાન્ડમાં ઘટાડો થયો છે.

લંડનમાં હાલમાં ફ્રી ટ્રેડની ચર્ચા ચાલતી હતી ત્યાં દેવિન નારંગે અચાનક વાતચીતની દિશા બદલી નાખી. બ્રિટિશ રાજકારણીઓ સાથે વાત કરતા કરતા નારંગે કહ્યું કે લંડનના મેફેર જેવા સૌથી પોશ વિસ્તારોમાં પણ ભારતીય ઉદ્યોગપતિઓ રોલેક્સની વોચિસ પહેરતા ખચકાય છે. તેમની આ ટિપ્પણી પછી ભારે હોબાળો મચી ગયો છે અને તમામ ટોચના અખબારોએ તેની નોંધ લીધી છે.

ફાઈન્સિયલ ટાઈમ્સ, ટાઈમ્સ લંડન અને ડેઈલી મેઈલે પોતાના રિપોર્ટને મથાળું માર્યું છે કે લંડનમાં રોલેક્સની ચોરીના કેસ વધ્યા હોવાથી ભારતીય બિઝનેસમેને લોકોને ચેતવણી આપી. નારંગે દિલ્હી અને લંડનની સરખામણી કરતા કહ્યું કે દિલ્હીમાં તમે રોલેક્સ પહેરીને ગમે ત્યાં આંટા મારશો તો પણ તમને કોઈ નહીં લૂંટે. પરંતુ લંડનમાં તમે રોલેક્સ વોચ પહેરી હશે તો તમે ચોક્કસ એરિયામાં નહીં જઈ શકો.

લંડનના હાર્ટ સમા વિસ્તારમાં લોકોને લૂંટી લેવાય છે. દેવિન નારંગની આ વાતથી કેટલાક લોકો સહમત છે અને કેટલાક તેનો વિરોધ કરે છે. જાણીતા બિઝનેસમેન હર્ષ ગોયેન્કા માને છે કે લંડનની સ્ટ્રીટ પર તમે ચાલતા હોવ ત્યારે એલર્ટ રહેવું જરૂરી છે.

મારા તમામ મિત્રો જ્યારે લંડન જાય છે ત્યારે તેઓ સ્માર્ટ વોચ પહેરે છે અથવા સાવ સાધારણ ઘડિયાળ પહેરે છે. તેઓ મોંઘીદાટ ઘડિયાળ કે જ્વેલરી પહેરવાનું ટાળે છે. હું માનું છું કે રોલેક્સ કરતા પણ સારી ઘડિયાળો છે.

બ્રિટિશ બિઝનેસમેન લોર્ડ કરણ બિલિમોરા પણ આ વાતથી સહમત છે. તેઓ કહે છે કે અહીં રોલેક્સ અથવા એપલના ફોન માટે લૂંટી લેવાય છે. કેટલાક ઉદ્યોગપતિઓએ કહ્યું કે ભારતીયોને પોતાની મોંઘી ચીજનો દેખાડો કરવાની ટેવ હોય છે.

લંડનના ટાઈમ્સ અખબારના અહેવાલ પ્રમાણે લંડનમાં છેલ્લા પાંચ વર્ષમાં ૨૯,૦૦૦થી વધારે મોંઘી ઘડિયાળો ચોરાઈ છે. પોલીસે અંડર કવર એજન્ટ તરીકે ૨૦ અપરાધીઓે પકડ્યા છે.

લંડનના અપમાર્કેટ ગણાતા એરિયામાં પણ લૂંટફાટની સમસ્યા છે. હર્ષ ગોયન્કાએ જણાવ્યું કે લંડનમાં હું મારા પુત્રને પણ એક્સપેન્સિવ વોચિસ પહેરવાની મનાઈ કરીએ છીએ. લૂંટફાટની ઘટનાઓના કારણે લક્ઝરી વોચિસની ડિમાન્ડને પણ અસર થઈ છે. સ્વિટ્‌ઝર્લેન્ડની વોચ કંપનીના શેરમાં એક વર્ષમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.