Western Times News

Gujarati News

વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાવાની શક્યતા

નવી દિલ્હી,  ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે ઈન્ટરનેશનલ(વન-ડે)વર્લ્ડ કપ ૨૦૨૩ની તારીખો લગભગ નક્કી થઇ ચૂકી છે. આ વર્લ્ડકપની ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. અહેવાલ અનુસાર આ વર્ષે વર્લ્ડ કપ ૫ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. એક અહેવાલ અનુસાર વન-ડેવર્લ્ડ કપની તારીખો અને સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ૧૦ ટીમોની આ ટુર્નામેન્ટ માટે એક ડઝન સ્થળોને શોર્ટલિસ્ટ કર્યા છે. બીસીસીઆઈએ વર્લ્ડ કપ ફાઈનલ માટે સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડિયમને શોર્ટલિસ્ટ કર્યું છે. મતલબ કે અહીં ફાઈનલ થવાની લગભગ નિશ્ચિત છે. આ ટુર્નામેન્ટ ૪૬ દિવસ ચાલશે. આ દરમિયાન ૧૦ ટીમો વચ્ચે ૩ પ્લેઓફ સહિત કુલ ૪૮ મેચો રમાશે.

આ તમામ મેચો માટે બીસીસીઆઈએ અમદાવાદ સહિત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. જાે કે, આઈસીસીટૂર્નામેન્ટની તારીખો એક વર્ષ અગાઉ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે બીસીસીઆઈકેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારત સરકારની મંજૂરીની રાહ જાેઈ રહ્યું છે. બે મુખ્ય મુદ્દાઓ પાકિસ્તાન ટીમ માટે વિઝા મંજૂરી અને ટૂર્નામેન્ટ માટે કર મુક્તિ છે.

આઈસીસીની છેલ્લી બેઠક દુબઈમાં યોજાઈ હતી. રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે આ મીટિંગમાં બીસીસીઆઈએ આશ્વાસન આપ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ કપ માટે ભારતના પ્રવાસ માટે વિઝા મળશે. જ્યાં સુધી કરમુક્તિનો પ્રશ્ન છે, એવી પણ અપેક્ષા છે કે બીસીસીઆઈટૂંક સમયમાં આઈસીસીને ભારત સરકારની ચોક્કસ સ્થિતિ વિશે અપડેટ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી (ટેસ્ટ, વન-ડે, ટી૨૦) ડિસેમ્બર ૨૦૧૨માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને બંને ટીમો વચ્ચે ૨ ટી૨૦ અને ૩ વન-ડેની શ્રેણી રમાઈ હતી. ટી૨૦ સિરીઝ ૧-૧ થી બરાબર રહી હતી. જ્યારે પાકિસ્તાને વનડે શ્રેણીમાં ૨-૧થી જીત મેળવી હતી. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.