Western Times News

Gujarati News

દેવગઢ બારીયામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પરના ખાડા પૂરવા તંત્ર સફાળું જાગ્યું

Modasa Shamlaji highway damaged

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) દેવગઢ બારિયા, દેવગઢબારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો ઉબડખાબડ બનતા નગરજનો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા હતા અનેક રજૂઆતો છતાં તંત્ર ઠેરનો ઠેર. આખરે કોંગ્રેસ શહેર પ્રમુખે અનોખી રીતે વિરોધ દર્શાવતા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ અડધી રાતે તંત્રએ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરતા નગરજનો જાણે હાશકારો અનુભવ્યો હોય તેમ.

દેવગઢ બારીયા નગરમાંથી પસાર થતો આ સ્ટેટ હાઇવે હાઇવે પાંચ વર્ષ અગાઉ બન્યો ત્યારથી જાણે વિવાદમાં રહ્યો હોય તેમ જાેવાઈ રહ્યું છે અને તે પછી આ રોડ બન્યો ને થોડાક સમયમાં ભારદાર વાહનોની અવરજવરના કારણે રોડ તૂટી જતા મસ મોટા ખાડા પડતા રોડ ઉપર ખાવડ બનતા જાણે રોડની દુર્દશા જાણે

ગાડા ચીલ્લા સમાન બનતા નગરજનો સહિત વાહન ચાલકો આ રસ્તાને લઈ ત્રાહિમામ્‌ પોકારી ઊઠયા હતા. ત્યારે આ રસ્તાને લઇ નગરજનો થી લઈ સ્થાનિક નેતાઓએ અનેક રજૂઆતો કરવા છતાં પણ જાણે આ હાઇવે રોડ નોધારો બન્યો હોય અને તેનો કોઈ રણીધણી ના હોય તે સમાન. આ રસ્તાનો કોઈ કામ ના થતા તંત્ર સામે જાણે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

ત્યારે ગત બે દિવસ પહેલ કોંગ્રેસના શહેર પ્રમુખ આ સ્ટેટ હાઈવે રસ્તાના મસ્‌ મોટા પાણી ભરેલા ખાડામાં બેસી જાઈ એક અનોખો વિરોધ દર્શાવતા પોલીસે તેમને ડિટેઇન કરી છોડી મૂક્યા હતા. ત્યારે આ બનાવને લઈ તંત્ર જાણે સફાળું જાગ્યો હોય

તેમ અડધી રાત્રે ચાર જેટલા ડમ્પરમાં કોંક્રેટ ભરી આવી રોડરોલર તેમજ જેસીબીની મદદથી રાતોરાત રસ્તાની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરીથી રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડા પૂરાતા નગરજનો તેમજ વાહન ચાલકોને જાણે હાસ્કરો અનુભવ્યો હોય જાેવાય રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.