Western Times News

Gujarati News

પાંચ કિ.મી ચાલીને હોસ્પિટલ પહોંચેલી ગર્ભવતીએ ૪ બાળકને જન્મ આપ્યો

જેરુસલેમ, યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન વિસ્તારના ઉત્તરમાં એક ગર્ભવતી મહિલાએ ૪ બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા લગભગ ૫ કિલોમીટર સુધી પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી અને સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. રિપોર્ટ અનુસાર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ આ મહિલા પોતાના ૩ બાળકોની સાથે બેત હાનૂન સ્થિત પોતાના ઘરે નીકળી ગઈ અને પગપાળા જ સુરક્ષિત સ્થળ શોધીને રહેવા લાગી.

ગર્ભવતી મહિલા જ્યારે બાળકોને જન્મ આપવા નજીક પહોંચી તો તે પગપાળા જ ૫ કિલોમીટર ચાલીને હોસ્પિટલ પહોંચી અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.

મહિલાનું નામ ઈમાન છે તેણે જણાવ્યુ કે આ અંતર ખૂબ લાંબુ હતુ અને ખૂબ તકલીફ પણ થઈ. તેનાથી મારી ગર્ભાવસ્થાને અસર થઈ. ૨૮ વર્ષીય મહિલાએ જણાવ્યુ કે તેણે ૧૮ ડિસેમ્બરે બે પુત્રીઓ ટિયા અને લિન, બે પુત્ર યાસર અને મોહમ્મદને જન્મ આપ્યો છે પરંતુ ઈમાનને તાત્કાલિક નવજાત શિશુઓ સાથે હોસ્પિટલ છોડવા માટે કહેવામાં આવ્યુ.

મહિલાએ જણાવ્યુ કે એક પુત્રની હાલત થોડી ખરાબ છે તેથી તે જવા માટે તૈયાર ન થઈ પરંતુ યુદ્ધના કારણે હોસ્પિટલ પહોંચનાર બીમાર લોકોની સંખ્યા ખૂબ વધુ છે.

સંયુક્ત રાષ્ટ્રએ સતત ઈઝરાયલી હવાઈ હુમલા પર ચિંતા વ્યક્ત કરી અને ડચ મંત્રીને ગાઝા માટે પોતાની તરફથી હ્યૂમન કંવેનર જાહેર કર્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે ટ્‌વીટર પર પોસ્ટ કરી કે અમે ઈઝરાયલી દળ દ્વારા ગાઝા પર જારી બોમ્બ બ્લાસ્ટ વિશે ગંભીરરીતે ચિંતિત છીએ. ગત ૭ ઓક્ટોબરે સરહદ પાર કરીને હમાસે ઈઝરાયલી શહેરોમાં ૧,૨૦૦ લોકોની હત્યા કરી દીધી અને લગભગ ૨૪૦ લોકોને બંધક બનાવ્યા.

જે બાદ ઈઝરાયલ ૭ ઓક્ટોબરથી જ ગાઝા પર બોમ્બ બ્લાસ્ટ કરી રહ્યુ છે. ગાઝામાં ઈઝરાયલના જવાબી હુમલામાં અત્યાર સુધી લગભગ ૨૧,૦૦૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.