માલદીવના રાષ્ટ્રપતિએ ૧૫ માર્ચ સુધીમાં ભારતીય સેનાને પાછી બોલાવી લેવા આદેશ આપ્યા
નવી દિલ્હી, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂએ ફરી એક વાર તેવર બતાવ્યા છે. મુઈઝ્ઝૂ સરકારે માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવા માટે ૧૫ માર્ચ સુધીનો સમય આપ્યો છે.
માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય સૈન્યકર્મીઓને ૧૫ માર્ચ સુધી દેશ છોડવાનો રહેશે. મુઈઝ્ઝૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તે શનિવારે ચીનની પાંચ દિવસીય યાત્રા ખતમ કરીને માલદીવ પરત ફર્યા છે. આ મુલાકાત દરમ્યાન મુઈઝ્ઝૂએ ચીની રાષ્ટ્રપતિ શીન જિનપીંગ સાથે મુલાકાત કરી હતી.
હકીકતમાં જોઈએ તો, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય સેનાની એક ટુકડી માલદીવમાં તૈનાત છે. આ ટુકડીને માલદીવની પાછલી સરકારના આગ્રહ પર તૈનાત કરી હતી. ભારતીય સેનાની આ ટુકડી સમુદ્રી સુરક્ષા સાથે સાથે ત્રાસદી રાહત કાર્યોમાં માલદીવ સેનાની મદદ કરે છે. પણ હવે મુઈઝ્ઝૂની સરકારે ભારતીય સેનાની ટુકડીને ૧૫ માર્ચ સુધીમાં માલદીવ છોડવાનું ફરમાન આપી દીધું છે.
માલદીવના પબ્લિક પોલિસી સેક્રેટરી અબ્દુલ્લા નાઝિમ ઈબ્રાહિમે કહ્યું કે, ભારતીય સૈન્ય કર્મી હવે દેશમાં રહી શકશે નહીં. આ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝૂ અને તેની સરકારની નીતિ છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, માલદીવમાં ભારતીય સેનાના ૮૮ જવાનો છે. મુઈઝ્ઝૂ સરકાર લગભગ બે મહિના પહેલા જ ભારતીય સૈનિકોની વાપસીનું આહ્વાન કર્યું હતું. પણ હવે તેમને તેના માટે સમય મર્યાદા નક્કી કરી દીધી છે.
બે મહિના પહેલા મુઈઝ્ઝૂએ કહ્યું હતું કે, માલદીવે એ ખાતરી કરવાની છે કે, તેમની ધરતી પર વિદેશી સેનાની કોઈ હાજરી ન હોય. મુઈઝ્ઝૂએ ચીનની નજીકના માનવામાં આવે છે, તે પોતાના ઈંડિયા આઉટ અભિયાન દ્વારા તેને માલદીવની સત્તા મળી છે. ગત વર્ષે થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન જ મુઈઝ્ઝૂ સરકારે લોકોને વચન આપ્યું હું કે, તે ભારતીય સૈનિકોને પાછા મોકલશે.SS1MS