મહુવા યાર્ડમાં કપાસનાં ભાવ મણનાં ૧૬૨૧ રૂપિયા બોલાયા

મહુવા, ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે.
વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના ૧૦૧૦ રૂપિયાથી લઈને ૧૬૨૧ રૂપિયા સુધીના રહ્યાં હતાં. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૮૫૦૦૦ કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ ૧૮૦ રહ્યાં હતાં અને ઉંચા ભાવ ૨૪૪ રૂપિયા રહ્યા હતા.
ઘઉં ટુકડા અને લોકવનના ૨૦૦૪ કટ્ટાની આવક થઈ હતી જેના મણના નીચા ભાવ ૩૪૨ રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ ૮૫૦ રુપિયા સુધી રહ્યા હતા. નારિયેળના ૪૨૫૧૩ નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ ૪૫૧ રહ્યા હતા અને ઉંચા ભાવ ૨૧૪૦ રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના ૭૩૫ કટા ની આવક થઈ હતી જેના ૨૦ કિલોના નીચા ભાવ ૯૦૦ રહ્યા હતા અને ઉંચા ભાવ ૯૯૯ રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના ૩૫૮ કટાની આવક થઈ હતી.
જેના નીચા ભાવ ૪૩૬ રહ્યા હતા અને ઊંચા ભાવ ૬૪૦ રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બે કટાને આવક થઈ હતી જેના મણના નીચા ભાવ ૨૭૬૦ રહ્યા હતા અને ઊંચા ભાવ ૨૭૬૦ રહ્યા હતા.SS1MS