મહુવા યાર્ડમાં મગફળીનાં ભાવ મણનાં ૧૫૧૧ રૂપિયા
ભાવનગર, ભાવનગર જિલ્લામાં મગફળી,ઘઉં,તલ,ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું.
જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના ૧૧૮૦ રૂપિયાથી લઈને ૧૫૧૧ રૂપિયા સુધીના રહ્યાં હતાં.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ૭૨૭૧૩ કટ્ટાની આવક થઈ હતી. ૨૦ કિલોના નીચા ભાવ ૮૦ રૂપિયા અને ઉંચા ભાવ ૨૦૩ રહ્યાં હતાં. સફેદ ડુંગળીના ૧૫૪૫૩૮ કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ ૧૬૨ રહ્યાં હતાં અને ઉંચા ભાવ ૫૧૧ રૂપિયા રહ્યા હતા.
ઘઉં ટુકડા અને લોકવનના ૨૬૨૪ કટ્ટાની આવક થઈ હતી જેના મણના નીચા ભાવ ૪૩૨ રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ ૭૩૨ રુપિયા સુધી રહ્યા હતા. નારિયેળના ૬૪૨૧૭ નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ ૪૦૦ રહ્યા હતા અને ઉંચા ભાવ ૧૭૨૦ રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના ૯૫૦ કટા ની આવક થઈ હતી જેના ૨૦ કિલોના નીચા ભાવ ૭૦૦ રહ્યા હતા અને ઊંચા ભાવ ૧૧૫૦ રૂપિયા સુધીના રહ્યા હતા.SS1MS