એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૪ રૂપિયાનો વધારો કરાયો
નવી દિલ્હી, ૧ ફેબ્રુઆરીએ હજી તો લોકોના ખાતામાં પગાર પડ્યો છે, ત્યાં જ ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ૧લી ફેબ્રુઆરીની વહેલી સવારે LPG ગ્રાહકોને આંચકો લાગશે. દેશના બજેટના દિવસે તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરનું બજેટ બગાડ્યું છે.
શિયાળાની મોસમમાં માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં અસરગ્રસ્ત કિંમતોને કારણે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારો ૧૯ KG કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે.
ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ આજથી લાગુ થશે. ગયા મહિને પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો.
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો થયા બાદ તે ૧૭૬૯.૫૦ રૂપિયા પર પહોંચી ગયો છે. તો કોલકાતામાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૮૭.૦૦ રૂપિયા પર પહોંચી ગઈ છે. મુંબઈમાં તે ૧૭૨૩.૫૦ રૂપિયા છે અને ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૧૯૩૭ રૂપિયા પર પહોંચી ગઈ છે.
IOCLની વેબસાઈટ અનુસાર તેની કિંમતોમાં ૧૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના બાદ રાજધાની દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૧૭૬૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતો ૧ ફેબ્રુઆરી ૨૦૨૪થી લાગુ થઈ ગઈ છે.SS1MS