Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય માર્કેટ પ્રમાણે નક્કી થશે ભાવ, CNG અને PNG સસ્તા થશે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાઈ કેબિનેટ મીટિંગ દરમ્યાન કેટલાય મહત્વના ર્નિણય લેવામાં આવ્યા હતા. જેમાં પેટ્રોલિયમ મંત્રાલય સાથે જાેડાયેલ એક મહત્વનો ર્નિણય લેવાયો હતો. પીએનજી અને સીએનજી સસ્તા થશે. તેની સાથે જ કેબિનેટે નેચરણ ગેસના ભાવ નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. તેના માટે ૨૦૧૪ની ગાઈડલાઈનમાં ફેરફાર થશે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ૮.૫૭ ડોલર ૨ વર્ષમાં ભાવ વધ્યા. મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેબિનેટે સંશોધિત ઘરેલૂ ગેસ મૂલ્ય નિર્ધારણ દિશા નિર્દેશને મંજૂરી આપી છે. તેમાં કહેવાયું છે કે, શાસનમાં સ્થિર મૂલ્ય ર્નિધઆરણ કેબિનેટને સંશોધિત ઘરેલૂ ગેસ મૂલ્ય નિર્ધારણને મંજૂરી આપી છે. મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ડોમેસ્ટિક ગેસ પ્રાઈસ હવે ઈંડિયન ક્રૂડ બાસ્કેટને ૧૦ ટકા હશે.

પાઈપ લાઈન અને કંપ્રેસ્ડ નેચરણ ગેસના ભાવ હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડ કિંમત પર નહીં નક્કી થાય. તેમાં ઈંપોર્ટેટડ ક્રૂડ બાસ્કેટની સાથે લિંક કરવામાં આવશે અને દર ૬ મહિનેની જગ્યાએ હવે દર મહિને તેને રિવ્યૂ કરવામાં આવશે. આ નવા સંશોધનથી પીએનજી પર લગભગ ૧૦ ટકાનો ફરક રહેશે અને સીએનજી પર લગભગ ૭-૯ ટકાનો ફરક રહેશે. કાલે નોટિફિકેશન જાહેર થશે અને પરમદિવસથી તે લાગૂ થશે.

આ મામલામાં પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ પંકજ જૈને જણાવ્યું કે, નવી ફોર્મ્યુલા અંતર્ગત આ ગેસના ભાવ નક્કી થવાથી ખાતર અને પાવર સેક્ટરને પણ સસ્તો ગેસ મળી શકશે.

તેની સાથે જ ફર્ટિલાઈઝર સબ્સિડી પણ ઓછી જશે. પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ પંકજ જૈનેના જણાવ્યા અનુસાર ,કેબિનેટે જે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે, તે મોટા ભાગે ONGC અને ઓયલ ઈંડિયા ગેસ પર લાગૂ થશે. ડીપ વોટર અને ઓલ્ટ્રા ડીપ વોટર હાઈ પ્રેશર હાઈ ટેંપરેચર એરિયા માટે કિંમત નક્કી કરવાની ફોર્મ્યુલામાં કોઈ ફેરાફાર નથી કર્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.