વડાપ્રધાને ગુજરાતની દરિયાઈ સીમાઓને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની દરિયાઈ સીમાઓને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરુ કરેલ વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાત Port-Led Development ના રોલમોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે.
Port For Prosperity અને Port For Progress ના વિઝન સાથે બંદરોની નજીકના શહેરોમાં સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી વાઇબ્રન્ટ ઈકોનોમી ધરાવતા શહેરોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
અમૃતકાળમાં વડાપ્રધાનએ બ્લ્યુ ઇકોનોમીને પ્રાધાન્ય આપ્યું છે. આ સેમિનારમાં થતું વિચારોનું આદાનપ્રદાન એ બ્લ્યુ ઇકોનોમીને વેગ આપશે તેમજ સમુદ્ર સમૃદ્ધિથી દેશને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઇ જવાનો રોડમેપ તૈયાર કરશે.