Western Times News

Gujarati News

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન ડાયાલીસીસ કરાવતા લાભાર્થી સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો

(પ્રતિનિધિ)ગોધરા, સરકાર દ્વારા રાજ્યભરમાં આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ જ્યારે આ તાલુકાના દર્દીઓને અલગ અલગ શહેરોની હોસ્પિટલમાં જઈને ડાયાલિસિસ કરાવવું પડતું હતું જ્યારે સરકારના પ્રયત્નોથી ઘરઆંગણે આ સુવિધા મળતા લોકોમાં ખુશી જાેવા મળી હતી.

આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ડાયાલિસિસ સેન્ટર ખાતે લાભ લેતા મોરવા હડફના લાભાર્થી બારિયા ભિમસિંગ જેસિંગભાઈ સાથે વર્ચ્યુઅલી માધ્યમથી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લાભાર્થીના ખબરઅંતર પૂછયા હતા અને ડાયાલીસીસ સેન્ટરના નિર્માણથી ડાયાલીસીસ કરાવતા લાભાર્થીઓને થતા ફાયદા(લાભ) તેમજ સમયસર ડોકટરની સલાહ મુજબ ડાયાલીસીસ કરાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ઘરઆંગણે ડાયાલિસિસની સારવાર લેતા લાભાર્થી ભિમસિંગભાઈએ જણાવ્યું હતું કે પહેલા તેઓ નડિયાદ અને પી ટી મીરાણી હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર કરાવવા આવતા હતા અને તકલીફ પડી રહી હતી. હવે ઘરઆંગણે આ સુવિધા પ્રાપ્ત થતાં તેમણે પ્રધાનમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી ના ડાયાલીસીસના લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,સી.ડી.એચ.ઓ., આર.સી.એચ.ઓ., જિલ્લા સદસ્યઓ તેમજ મોરવા(હ) તાલુકાના તાલુકા પ્રમુખ, તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તાલુકા પંચાયત સદસ્યઓ અને મોરવા(હ) તાલુકાના સરપંચઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.