Western Times News

Gujarati News

શાળાના આચાર્ય ૨ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પ્રતિકાત્મક

(પ્રતિનિધી)ગોધરા,  ગુજરાત સરકાર “બેટી બચાવો બેટી પઢાવો “ના સૂત્ર સાર્થક કરવા માટે સજ્જ છે ત્યારે એક દીકરીને ધોરણ ૧૨ માં પ્રવેશ આપવા માટે ૨૦૦૦ હજાર રૂ.ની લાંચ માંગનાર ગોધરા તાલુકાના મોરડુંગરા ખાતે આવેલ શ્રી ગાયત્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા ના આચાર્ય પોપટભાઈ દલાભાઇ બારીયા ને ગોધરા એ.સી.બી ઈન્ચાર્જ પી.આઈ એસ.વી. વસાવા ની ટીમે રંગેહાથ ઝડપી લેતાં શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

The principal of the school was caught red-handed taking a bribe of Rs 2,000

ગોધરા તાલુકાના મોરડુંગરા નવી વસાવત ખાતે કાર્યરત શ્રી ગાયત્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામા પોતાની દીકરીને લઈને ધોરણ-૧૨માં રેગ્યુલર એડમિશન લેવા માટે ગયેલા પિતા પાસે લાંચિયા આચાર્ય પોપટભાઈ દલાભાઈ બારીયા એ એડમિશન તો કરી આપું પરંતુ ૨૫૦૦ રૂ! આપવા પડશે ની લાંચ માંગી હતી એમા રકઝક ના અંતે ૨૦૦૦ હજાર રૂ! ની લાંચ નો સોદો આચાર્ય દ્રારા દીકરીના એડમિશન માટે ગયેલા પિતા સાથે કર્યો હતો.!!

સરસ્વતીના પવિત્ર ધામમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળા પ્રવેશ માં લાંચ માંગનાર આ આચાર્ય પોપટભાઈ બારીઆ ના ભ્રષ્ટાચાર ના દૂષણ ની શાન ઠેકાણે લાવવા માટે ફરિયાદી પિતાએ ગોધરા એ.સી.બી કચેરીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.

આ ફરિયાદના આધારે ગોધરા એ.સી.બી કચેરીના ઇન્ચાર્જ પી.આઈ.એસ.વી વસાવા ની ટીમ દ્વારા મોરડુંગરા સ્થિત શ્રી ગાયત્રી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા ખાતે આજરોજ વ્યુહાત્મક છટકુ ગોઠવતા આચાર્ય પોપટભાઈ બારીયા ફરિયાદી પાસેથી ૨૦૦૦ હજાર રૂ! ની લાંચ સ્વીકારતા વેંત એ.સી.બી ટીમ ના છટકામાં ઝડપાઈ ગયા હતા.!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.